વાહ ગામડાની સ્ત્રી વાહ.. જુઓ છાણના ઉપલા બનાવીને કેવા ગજબના ટેલેન્ટથી દીવાલ ઉપર છુટ્ટા ફેંકીને એક સરખા ચોંટાડ્યા, વીડિયો ખુશ કરી દેશે

ભારતીયો જેટલી પ્રતિભા ભાગ્યે જ કોઈ અન્ય દેશના લોકોમાં હશે. ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં તેમની પ્રતિભા દર્શાવે છે. તમને સોશિયલ મીડિયા પર ભારતીયની પ્રતિભા દર્શાવતો વીડિયો હંમેશા જોવા મળશે. આ દિવસોમાં એક ભારતીય મહિલાના કૌશલ્યનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા ગાયના છાણ વડે પોતાનું ટેલેન્ટ બતાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં એક ભારતીય મહિલા દિવાલ પર ગાયના છાણના ઉપલા બનાવીને લગાવતી જોવા મળે છે. જે રીતે તે દિવાલ પર ગાયના છાણના ઉપલા નાખીને લગાવી રહી છે. તેની નિશાન જોઈને તમે પણ ચોંકી જશો. તમે જોઈ શકો છો કે મહિલા બાસ્કેટબોલ પ્લેયરની જેમ ખૂબ જ ચોક્કસ રીતે લાઈન બંધ યોગ્ય જગ્યાએ ઉપલા લગાવી રહી છે.  સ્ત્રીનું લક્ષ્ય એકદમ પરફેક્ટ લાગે છે. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહિલા દ્વારા દીવાલ ઉપર લગાવવામાં આવેલા બધા જ ઉપલા બરાબર જગ્યાએ સટીક રીતે ચોંટેલા જોઈ શકાય છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ભારતીય મહિલાનો આ 24 સેકન્ડનો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ આ ભારતીય મહિલાના વખાણ કરી રહ્યા છે.

વીડિયો શેર કરતા IPS ઓફિસરે કેપ્શનમાં લખ્યું, ‘એકદમ પરફેક્ટ.’ તો સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોની લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં આજે પણ ઘણા ગામડાઓમાં બળતણમાં છાણના ઉપલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આજે પણ સ્ત્રીઓ આ પ્રકારે જ ઉપલા બનાવે છે.

Niraj Patel