ભયંકર ઠંડીથી બચવાનો આવો જુગાડ તમે પણ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, જુઓ મજેદાર વીડિયો

આપણા દેશની અંદર કોઈને કોઈ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો જુગાડ મળી જ જતો હોય છે, ઘણા લોકો એવા હોય છે જે એવા અવનવા જુગાડ કરે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે, સોશિયલ મીડિયામાં આવા ઘણા જુગાડુ વીડિયો વાયરલ પણ થતા હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કડકડતી ઠંડીથી બચવા માટે અનોખો જુગાડ અપનાવતો જોવા મળી રહ્યો છે. જેનો આ જુગાડ જોઈને લોકો પણ તેના આ જુગાડની ખુબ જ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. અને આ વીડિયો ઉપર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા ઉપર એક બાઈક ચાલક ફૂલ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યો છે અને તેની પાછળ બેઠેલા વ્યક્તિને ઠંડી લાગી રહી છે. હવે ઠંડીથી બચવા માટે તેને એક પૂઠાનું બોક્સ લઈને પોતાના ઉપર ઓઢી લીધું છે. તેને ઠંડીથી બચવા આ જુગાડ અપનાવ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

જો કે તેના આ જુગાડના કારણે તેને ઠંડીમાં સંપૂર્ણ રાહતનો નહિ મળી હોય પરંતુ મહદ અંશે રાહત જરૂર મળી હશે જેના કારણે જ તેને આ રીત અપનાવી. આ વ્યક્તિને આ રીતે જતા જોઈને પાછળ આવી રહેલા લોકો પણ હેરાન રહી ગયા. જેમને તેનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જેના બાદ આ વીડિયો વાયરલ થઇ ગયો.

Niraj Patel