ખૂબસુરત બલા છે બ્લોકબસ્ટર ફિલ્મ “RRR”ના જુનિયર એનટીઆરની પત્ની, લાઇમલાઇટથી રહે છે દૂર

RRR ફિલ્મના હીરો જુનિયર એનટીઆરના લગ્નમાં ખર્ચાયા હતા 100 કરોડ, દુલ્હને પહેરી હતી 1 કરોડની સાડી

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર આ દિવસોમાં પોતાની ફિલ્મ RRRને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ રીલિઝ થયાને હજુ તો 10 દિવસ પણ વીત્યા નથી ત્યાં આ ફિલ્મે તો 700 કરોડનો આંકડો પણ વર્લ્ડવાઇડ પાર કરી દીધો છે. આ ફિલ્મમાં બે સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણની સાથે બોલિવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે.  હૈદરાબાદમાં જન્મેલા જુનિયર એનટીઆર પ્રખ્યાત અભિનેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એનટી રામારાવના પૌત્ર છે. જુનિયર એનટીઆર એ 2004ની તેલુગુ ફિલ્મ આડીમાં લીડ તરીકે ડેબ્યૂ કર્યું હતું જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. આ પછી અભિનેતાએ એક પછી એક હિટ ફિલ્મો આપી.

અભિનેતાની પ્રોફેશનલ લાઈફ વિશે તો ઘણા લોકો જાણે જ છે, પરંતુ તેમની પર્સનલ લાઇફ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. તેમણે તેમના ખાસ દિવસને એટલે કે લગ્નને લેવિશ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા સાઉથના ઘણા સ્ટાર્સની જેમ NTRએ પણ તેમના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા. જુનિયર NTRએ અરેન્જ મેરેજ કર્યા છે. તેમની પત્નીનું નામ લક્ષ્મી પ્રણતિ છે જે પ્રખ્યાત તેલુગુ ન્યૂઝ ચેનલ “સ્ટુડિયો એન” ના માલિક શ્રીનિવાસ રાવની પુત્રી છે. આટલું જ નહીં, લક્ષ્મીની માતા ચંદ્રાબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી)ની ભત્રીજી છે.

તમને જણાવી દઈએ કે જ્યારે બંનેની સગાઈ થઈ ત્યારે પ્રણતિની ઉંમર માત્ર 17 વર્ષની હતી. લગ્નના સમાચાર આવ્યા પછી, વિજયવાડાના વકીલ સિંગુલુરી શાંતિ પ્રસાદે અભિનેતા વિરુદ્ધ બાળ લગ્ન કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. વિવાદ ટાળવા માટે, અભિનેતાને પ્રણતિના 18 વર્ષ પૂર્ણ થવાની રાહ જોવી પડી હતી. NTR અને પ્રણતિના લગ્ન 5 મે 2011ના રોજ થયા હતા. બંનેને બે પુત્રો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્નમાં લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને એનટીઆરની પત્ની લક્ષ્મીએ લગ્ન દરમિયાન પહેરેલી સાડી 1 કરોડ રૂપિયાની હતી.

આ સાથે લગ્નના મંડપને સજાવવામાં 18 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને આખા લગ્ન સમારોહને સજાવવા માટે લગભગ 300 મજૂરોએ મહેનત કરી હતી.ટોલીવુડ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રણતિ બાલાની સુંદર છે. તે એકદમ રિઝર્વ વ્યક્તિ છે. તે સોશિયલ મીડિયા પર પણ કંઇ ખાસ એક્ટિવ નથી. તેણે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઇવેટ રાખેલુ છે. તેમ છત્તા પણ લક્ષ્મી પ્રણતિની તસવીરો સામે આવતી રહે છે. લોકો ક્યારેય તેના વખાણ કરવાનું બંધ કરતા નથી.

હાલમાં જ થોડા સમય પહેલા RRR ફેમ અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રણતિની એક તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તેણે લક્ષ્મી પ્રણતિને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રણતિ ખૂબ જ સુંદર છે. લક્ષ્મી પ્રણતિની આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. પતિના સ્ટારડમને સમજીને તે મીડિયાથી અંતર રાખે છે.

જુનિયર એનટીઆરના ચાહકો તેમની પત્ની લક્ષ્મી પ્રણતિની પ્રશંસા કરવાનું ક્યારેય બંધ કરતા નથી. આ જ કારણ છે કે જુનિયર એનટીઆરની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિની જોડી ઈન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત જોડી છે. આ સ્ટાર કપલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.જુનિયર એનટીઆરને તેમના અંગત જીવનને સાર્વજનિક કરવાનું બિલકુલ પસંદ નથી અને આ જ કારણ છે કે તેમના અંગત જીવન વિશે વધુ માહિતી નથી. પરંતુ તેમના લગ્નની કહાની ઘણી ફેમસ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનિયર એનટીઆર અને લક્ષ્મીના લગ્નમાં લગભગ 15,000 મહેમાનો આવ્યા હતા. આ દંપતીને આશીર્વાદ આપવા માટે દેશભરમાંથી ફિલ્મી હસ્તીઓથી લઈને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ આવ્યા હતા. તમે તેમના સ્ટારડમનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે એક જ કાર્યક્રમમાં બંનેને જોવા માટે 10 લાખ લોકો એકઠા થયા હતા અને તેના કારણે સરકારને નવ જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવી પડી હતી.

જુનિયર એનટીઆરના લગ્ન સૌથી મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રામારાવના પૌત્ર જુનિયર એનટીઆરના લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જુનિયર એનટીઆરના લગ્ન અંગે કહેવામાં આવે છે કે બંનેના લગ્નનું પ્રસારણ સ્થાનિક ચેનલ પર પણ કરવામાં આવ્યું હતું. 

Shah Jina