કેન્સરના ચોથા સ્ટેજમાં ઝઝૂમી રહ્યો છે બોલીવુડનો આ ખ્યાતનામ અભિનેતા, કોમેડિયન જોની લીવર પહોંચ્યો તેમની ખબર અંતર પૂછવા, જુઓ વીડિયો

કેન્સરથી જજુમી રહેલા સ્ટારની હાલત નાજુક, સપોર્ટ કરવા પહોંચ્યા કોમેડિયન જોની લીવર, ઘરે જઈને મુલાકાત કરી, વીડિયો વાયરલ

Junior Mehmood Is Suffering From Stomach Cancer : બોલીવુડના કલાકારોનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ હોય છે અને દેશભરમાંથી તેમને ભરપૂર પ્રેમ પણ મળતો હોય છે. ત્યારે તેમના જીવન પર પણ તેમના ચાહકો સતત નજર રાખતા હોય છે અને તેમના દુઃખ સુખમાં પણ તેમની સાથે ઉભા રહેતા હોય છે. હાલ એવા જ એક કલાકારની હાલત ખુબ જ ગંભીર છે. આ કલાકાર પેટના કેન્સરથી પીડિત છે ત્યારે બોલીવુડના ખ્યાતનામ કોમેડિયન જોની લીવર પણ આ અભિનેતાની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને તેમને એક વીડિયો પણ શેર કર્યો છે.

જોની લીવરે લીધી મુલાકાત :

હિન્દી સિનેમામાં વર્ષોથી પોતાની શાનદાર અભિનય માટે પ્રખ્યાત બનેલા અભિનેતા નઈમ સૈયદ ઉર્ફે જુનિયર મેહમૂદના ચાહકો માટે હાલ ખરાબ સમાચાર સામે આવ્યા છે. જુનિયર મહમૂદ હાલમાં ચોથા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. આ માહિતી તાજેતરમાં કોમેડિયન અને એક્ટર જોની લીવરે આપી હતી. જુનિયર મેહમૂદ અને જોની લીવરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને વર્ષોથી સારા મિત્રો છે. અભિનેતાને તાજેતરમાં જ ખબર પડી કે જુનિયર મેહમૂદ પેટના કેન્સરથી પીડિત છે અને છેલ્લા 10 દિવસથી તેની હાલત ખૂબ જ નાજુક છે.

જણાવી જુનિયર મહેમુદની હાલત :

જોની લીવરે વધુમાં જણાવ્યું કે 67 વર્ષીય જુનિયર મહેમૂદની પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે હવે તે ઘરે આવી ગયો છે. પીટીઆઈ સાથે વાત કરતા, જોની લીવરે કહ્યું કે તે સતત મેહમૂદના સંપર્કમાં હતો, પરંતુ અભિનેતાએ તેને એકવાર પણ કેન્સર વિશે જણાવ્યું ન હતું. જોનીએ કહ્યું, જુનિયર મેહમૂદની બોલિવૂડમાં ચાર દાયકાની લાંબી કારકિર્દી છે. તેણે બાળ કલાકાર તરીકે અભિનય શરૂ કર્યો. તેણે સાત ભાષાઓમાં 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે રાજેશ ખન્નાથી લઈને રાજ કપૂર સુધીના સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.

આવું રહ્યું છે કેરીયર :

જુનિયર મહેમૂદ ‘મેરા નામ જોકર’, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’, ‘મોહબ્બત જિંદગી હૈ’, ‘નૈનિહાલ’, ‘હરે રામા હરે કૃષ્ણ’, ‘બાપ નંબરી બેટા 10 નંબરી’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. બાદમાં તેણે કેટલીક મરાઠી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું. આ સિવાય તેણે ‘તેનાલી રામન’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. ચાહકો પણ હવે જુનિયર મહેમુદના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Niraj Patel