વડોદરાના ગુમ થયેલા જોશી પરિવારની મળી ભાળ, હાઈવેના CCTV ફૂટેજમાં થયો મોટો ખુલાસો

છેલ્લા 9 દિવસથી વડોદરાના ડભોઇનો જોશી પરિવાર ગુમ થયો છે. 4 વ્યક્તિ ગુમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે પરિવારના મોભી રાહુલ જોશી જે હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની નીતા, પુત્રી પરી અને પુત્ર પાર્થ છે. તે ચારેય લોકો લાપતા થયા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે રાહુલ જોશીના ભાઇ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સૌથી પહેલા તો વડોદરાના કાન્હા હાઈટ્સમાં તપાસ કરી,

ત્યાંથી પાડોશીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન ઘરે છોડેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. એ ચિઠ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. આ સાથે લખ્યુ હતુ કે, પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર છે. ચિઠ્ઠીમાં જે ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

તેમની પોલીસ દ્વારા પૂછપરછ થઇ રહી છે. હાલ તો પોલિસ એ તપાસ કરી રહી છે કે આ ચાર સભ્યો કેમ ગુમ છે, અને તેમની એવી તો કઇ મજબૂરી હતી. પોલીસ દ્વારા પરિવારના મોબાઈલ ફોનનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. ઉલલેખનીય છે કે, પોલિસે CCTV ફુટેજ તપાસ્યા હતા, જેમાં ડભોઈનો જોશી પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો હતો. ચારેય સભ્યો ઈકો કારમાં બેસીને અમદાવાદ તરફ જતા કેમેરામાં કેદ થયા હતા. જોકે,હજી સુધી ગૂમ પરિવારની કોઇ ભાળ મળી નથી. હાલ તો પોલીસ ઈકો કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના મૂળ રાહુલ જોશી એક વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા આવ્યા હતા અને ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા હતા. તે પરિવાર સાથે તારીખ 20ના રોજ ઘરને લોક મારી સુસાઇડ નોટ લખી ઘર છોડીને જતા રહ્યા હતા. જે બાદથી તેઓનો મોબાઇલ પણ સ્વીચ ઓફ હતો માટે ભાઇ પ્રણવ જોશીએ ડભોઇથી વડોદરા આવીને તપાસ કરી તો ભાઇના ગૂમ થયાની જાણ થઇ અને તે બાદ તેણે પાણીગેટ પોલીસને 24ના રોજ ફરિયાદ કરી હતી.

Shah Jina