દુઃખદ સમાચાર, ફક્ત 31 વર્ષની ઉંમરમાં જ આ ફિલ્મ મેકરે કહ્યું દુનિયાને હંમેશા માટે અલિવદા, ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો…

બ્રેકીંગ: ફક્ત 31 વર્ષની ઉંમરમાં દિગ્ગજ સેલિબ્રિટીનો નિમોનિયાએ લીધો જીવ, જલ્દી જ રિલીઝ થવાની હતી પહેલી ફિલ્મ

છેલ્લા થોડા દિવસથી મનોરંજન જગતમાંથી એક પછી કે એક દુઃખદ ખબર સામે આવી રહી છે. કેટલાક દિગ્ગજ કલાકારો આ દુનિયાને અલવિદા કહીને  ચાલ્યા ગયા છે. તો ઘણા નાની ઉંમરના ગાયકો, ફિલ્મ મેકરોના પણ હાર્ટ એટેકના કારણે નિધન થવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હાલ એવી જ એક ખબરે ચાહકોને ધ્રાસ્કો આપ્યો જયારે 31 વર્ષની નાની ઉંમરે એક ફિલ્મ નિર્માતાએ દુનિયાને અલવિદા કહી દીધું.

મલયાલમ ફિલ્મ નિર્માતા જોસેફ મનુ જેમ્સના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિ આઘાતમાં અને દુ:ખી છે. મીડિયા રિપોર્ટ અંસુઅર તાજેતરમાં જ તેને હેપેટાઇટિસ થયો હતો, જેની સારવાર ચાલી રહી હતી. જે બાદ 24 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે તે માત્ર 31 વર્ષનો હતો. તેની પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી.

કમનસીબે જોસેફ મનુ જેમ્સની ડેબ્યુ ફિલ્મ ‘નેન્સી રાની’ રીલિઝ થવાની છે પરંતુ આ ખુશી જોવાના થોડા દિવસો પહેલા જ તેનું અવસાન થયું છે. પ્રથમ ફિલ્મમાં મનુ જેમ્સ સાથે કામ કરનાર અજુ વર્ગીસ, તેમના અકાળ અવસાન વિશે જાણ્યા પછી ભારે હૃદયથી તેમને શ્રદ્ધાંજલિ આપી. વર્ગીસે લખ્યું, “બહુ જલ્દી ચાલ્યા ગયા ભાઈ. પ્રાર્થના.” મનુ જેમ્સની ડેબ્યુ ફિલ્મમાં અભિનય કરનાર આહાના કૃષ્ણાએ પણ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, “તમારા આત્માને શાંતિ મળે મનુ! તમારી સાથે આવું ન થવું જોઈએ.”

 

મનુના કેરિયર વિશે વાત કરીએ તો તેને મનોરંજન ઉદ્યોગમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. તેણે 2004માં સાબુ જેમ્સ દ્વારા દિગ્દર્શિત આઈ એમ ક્યુરિયસ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો હતો. મનુ જેમ્સે મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ગત રવિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Niraj Patel