RCBના બોલરોને રાજસ્થાનના જોસ બટલરે ધોઈ નાખ્યા, RCBનું સપનું કર્યું ચકનાચૂર, એક જ સીઝનમાં ચોથું શતક, મેચ બાદ આપી ભાવુક પોસ્ટ

IPLના છેલ્લા પડાવની મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે જોસ બટલરના 112 રનના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સરળતાથી હરાવ્યું હતું. અણનમ 112 રન બનાવનાર જોસ બટલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર પણ ચાહકો જોસ બટલરની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પોતાની સદીની ઇનિંગ્સથી રાજસ્થાન રોયલ્સને જીત અપાવનાર જોસ બટલરે મોટું નિવેદન આપ્યું છે.

જોસ બટલરે કહ્યું, ‘હું આ સિઝનમાં ઘણી ઓછી અપેક્ષાઓ સાથે આવ્યો હતો, પરંતુ એનર્જીની કોઈ કમી નહોતી. ફાઈનલ મેચ રમવી એક શાનદાર અનુભવ હશે. આ સિઝનના મધ્યમાં દબાણ અનુભવી રહ્યો હતો, તેણે લગભગ 1 અઠવાડિયા પહેલા મારી આસપાસના લોકોને પણ કહ્યું હતું. એ લોકોએ મને મદદ કરી. જે પછી હું સારી માનસિકતા સાથે કોલકાતા ગયો.

રાજસ્થાન રોયલ્સના ઓપનરે કહ્યું કે કેટલીકવાર પરિસ્થિતિઓ મારા પક્ષમાં નથી હોતી. આવી સ્થિતિમાં હું ખોટો શોટ મારીને આઉટ થઈ જાઉં છું. પરંતુ કુમાર સંગાકારાએ મને કહ્યું કે તમે જેટલો વધુ સમય વિકેટ પર વિતાવશો તેટલું સારું કરી શકશો. તેણે એમ પણ કહ્યું કે IPL T20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. હું આ ટુર્નામેન્ટની ફાઇનલમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. શેન વોર્ન રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેણે પોતાની કપ્તાનીમાં ટીમને પ્રથમ સિઝનમાં જીત અપાવી હતી. અમે તેને ખૂબ જ યાદ કરીશું, પરંતુ મને ખાતરી છે કે તે આજે અમને ખૂબ ગર્વથી જોશે.

જોસ બટલરે મેચ વિનિંગ ઇનિંગ્સ દરમિયાન રેકોર્ડની ધમાલ મચાવી હતી. આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બટલર હવે વિરાટ કોહલીની બરાબરી પર છે. આ સાથે તેણે ટી20 સિરીઝમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ વિરાટની બરાબરી કરી લીધી છે. કોહલીએ 2016ની IPL સિઝનમાં ચાર સદી ફટકારી હતી. બટલરની આઈપીએલ કારકિર્દીની આ પાંચમી સદી હતી. આ મામલામાં ક્રિસ ગેલ 6 સદી સાથે સૌથી આગળ છે.

જોસ બટલરને 66 રનના સ્કોર પર મોટું જીવનદાન મળ્યું હતું. બટલર 11મી ઓવરના હર્ષલના પહેલા બોલ પર શોટ રમવા માંગતો હતો ત્યારે વિકેટકીપર દિનેશ કાર્તિક પાસે ગયો હતો પરંતુ તે તેને પકડવામાં નિષ્ફળ ગયો હતો. આ જીવનદાન બાદ તેને પાછળ ફરીને ના જોયું અને એક પછી એક ધમાકેદાર શોટ દ્વારા તેને શતક પણ બનાવ્યું અને પોતાની ટીમને જીત પણ અપાવી.

જોસ બટલર હવે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. બટલરે કેન વિલિયમસનનો પાછળછોડ્યો, જે હવે ચોથા નંબરે સરકી ગયો છે. ઉપરાંત, બટલરે હવે એક જ સિઝનમાં વિદેશી ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાના મામલે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડેવિડ વોર્નર એક સિઝનમાં સૌથી વધુ 816 રન બનાવનાર બેટ્સમેન છે.

Niraj Patel