પ્રિયંકા ચોપરાને તેના જેઠે આપી આ જોરદાર ગિફ્ટ, દેશી ગર્લ મોજમાં આવી ગઈ

પ્રિય જેઠે એવી ગિફ્ટ આપી કે દેશી પ્રિયંકા ખુશખુશાલ થઇ ગઈ, જુઓ

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાના અભિનયના દમ પર ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આજે કોઇ ઓળખની જરૂર નથી. પ્રિયંકા બોલિવુડ સાથે સાથે હોલિવુડમાં સક્રિય છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે.

પ્રિયંકા હાલ તેની પર્સનલ લાઇફ ઘણી એન્જોય કરી રહી છે. આ દિવસોમાં તે પતિ નિક જોનસ સાથે લોસ એંજેલિસમાં સમય વીતાવી રહી છે. ત્યારે નિક જોનસના ભાઇ અને પ્રિયંકા ચોપરાના જેઠે તેને એક ખાસ ગિફટ આપી ખુશ કરી દીધી છે.

પ્રિયંકાને તેના જેઠે એક ગુડી બેગ આપી છે. આ બેગ પર પ્રિયંકાનું નામ શરૂઆતના અક્ષર એટલે કે PCJ લખેલુ છે. આ ગુડી ઇટેલિયન ફુટેર બ્રાંડ છે. પ્રિયંકાએ આ બેગની તસવીર શેર કરી લખ્યુ, જો જોનસ આ ખાસ ગિફટ માટે તમારો આભાર.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકાએ 1 ડિસેમ્બર 2018ના રોજ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા નિકના ભાઇ અને તેમની પત્ની સોફી ટર્નર સાથે ઘણી સારી બોન્ડિંગ શેર કરે છે.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ એક વેબ સીરીઝમાં જોવા મળવાની છે. તે એમેઝોન પ્રાઇમ પર રિલિઝ થશે. આ સીરીઝને રૂસો બ્રધર્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રિયંકાએ તેની અપકમિંગ હોલિવુડ ફિલ્મ “‘ટેક્સ્ટ ફોર યુ”ની શુટિંગ પૂરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા છેલ્લે રાજકુમાર રાવ અને ગૌરવ આદર્શ સાથે ફિલ્મ “ધ વ્હાઇટ ટાઇગર”માં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી.

Shah Jina