તંગીનો માર : બીમારીને કારણે “જોધા અકબર”ના આ અભિનેતાનો કાપવો પડ્યો હતો પગ, થઇ ખરાબ હાલત

એવું તો શું થઇ ગયું કે આ દિગ્ગજનો પગ કાપવો પડ્યો? ફેન્સ થયા દુઃખી દુઃખી

આ દિવસોમાં મનોરંજન જગતથી એવા ઘણા નામ સામે આવ્યા છે જેમને કોરોના કાળમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણાને કામ ન મળવાને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે તો કોઇ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે. છેલ્લા દિવસોમાં બાબા ખાન, શગુફ્તા અલી અને સવિતા બજાજ જેવા ઘણા નામો સામે આવ્યા. આ વચ્ચે “જોધા અકબર” અને “યે હે મોહબ્બતેં” ફેમ લોકેંદ્ર સિંહ રાજાવતને ડાયાબિટીઝને કારણે પગ કપાવવો પડ્યો હોવાની ખબર આવી રહી છે.

તેમનું ઓપરેશન 5 કલાક ચાલ્યુ હતુ અને આખરે ડોક્ટરોને તેમનો એક પગ કાપવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે, હાઇ સ્ટ્રેસ લેવલે તેમના બ્લડ શુગરને એટલું ખતરનાક રીતે વધારી દીધુ હતુ કે તેમનો પગ કાપવો પડ્યો હતો.  કોરોના લોકડાઉનમાં તેમની લાઇફમાં ઘણી પરેશાનીઓ આવી ગઇ હતી.

કોરોના પહેલા સારી રીતે કામ કરી રહ્યા હતા પરંતુ જયારે કામ ઓછુ થવા લાગ્યુ તો આર્થિક પરેશાનીઓ વધવા લાગી અને તેઓ ચિંતિત રહેવા લાગ્યા. તમને જણાવી દઇએ કે, તેમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન તરફથી આર્થિક સહાયતા મળી છે. કેટલાક એક્ટર્સ તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લઇ રહ્યા છે. તેઓ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલમાં ફણ કામ કરી ચૂક્યા છે. તેમણે રણબીર કપૂરની ફિલ્મ “જગ્ગા જાસૂસ”માં પણ કામ કર્યુ હતુ.

લકેંદ્ર સિંહ કહે છે કે, ડાયાબિટીઝને નજરઅંદાજ ન કરો. હું હવે કંઇ પણ નથી કરી શકતો. મહામારીના પહેલા સારી રીતે કામ કરી રહ્યો  હતો પરંતુ કોરોનાના કારણે કામ મળવાનું બંધ થઇ ગયુ અને ઘરમાં આર્થિક પરેશાનીઓ આવવા લાગી. પરેશાની ત્યારે વધી જયારે મારા એક પગમાં કોર્ન નીકળી આવ્યો. આ મારા બોન મેરો સુધી ફેલાઇ ગયુ અને પછી કેટલાક જ સમયમાં પૂરા શરીરમાં ફેલાઇ ગયુ.

તેઓ આગળ કહે છે કે, હું ઘણો તણાવમાં આવી ગયો હતો કારણ કે આનાથી બચવા માટે કેટલાક જ ઉપાય હતા. મારે સર્વાઇવ કરવા માટે મારો પગ કપાવવો પડ્યો. ડોક્ટર્સને મારો પગ ઘુંટણ સુધી કાપવો પડ્યો. તેઓએ જણાવ્યુ કે, તેમની સર્જરી મુંબઇની ભક્તિવેદાંતા હોસ્પિટલમાં થઇ.

લોકેંદ્રના આ ખરાબ સમયમાં CINTA સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ ઓસોશિએશને  મસીહાની ભૂમિકા નીભાવી. CINTA લોકેંદ્રની આર્થિક રૂપથી સંભવ તેટલી બધી મદદ કરી રહ્યુ છે. ત્યાં જ તેમની સાથે કામ કરી ચૂકેલ એકટર્સ તેમને ફોન કરી મોટિવેટ કરતા રહે છે. તેઓ હવે આર્ટિફિશયલ પગ લગાવવા પર વિચાર કરી રહ્યા છે.

Shah Jina