ગુજરાતીઓ માટે ગૌરવ ભરેલી ક્ષણ, પહેલીવાર ગુજરાતી ભાષામાં બન્યું ક્રિકેટ એન્થમ સોન્ગ, જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.. જુઓ

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર વિદેશી સંગીતની ધૂન પર રૂંવાડા ઉભા કરી દેનારું ગુજરાતી ક્રિકેટ એન્થમ “જીતે હવે ઇન્ડિયા” થયું રિલીઝ, જુઓ

ક્રિકેટના રસિકો તમને ઠેર ઠેર મળી જશે અને એમાં પણ જો ભારત પાકિસ્તાનની મેચ હોય તો પછી આખા દેશમાં જાણે કરફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ સર્જાતો હોય છે. ત્યારે ગુજરાતીઓમાં પણ ક્રિકેટને લઈને કેવો ક્રેઝ જોવા મળતો હોય છે તે આપણે બધા જ જાણીએ છીએ. હાલ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાની અંદર ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે અને તેમાં જોરદાર પર્ફોમન્સ પણ કરી રહી છે.

ત્યારે ગુજરાતીઓના ઉત્સાહને બમણો કરવા માટે પહેલીવાર ગુજરાતી ભાષામાં ક્રિકેટ એન્થમ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે, જે સાંભળતા જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. અત્યાર સુધી આપણે હિન્દી ભાષામાં ક્રિકેટના ઘણા એન્થમ સાંભળ્યા હશે, પરંતુ સૌપ્રથમ વાર ગુજરાતી ભાષામાં એન્થમ આવવું એ પણ ગુજરાતીઓ માટે ગૌરવ ભરેલી ક્ષણ છે.

આ ગીતની ખાસ વાત એ છે કે તેને બુડાપેસ્ટ ઓર્કેસ્ટ્રા પર બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી બુડાપેસ્ટ ઓર્કેસ્ટ્રા યુરોપિયન ગીતો પર સંગીત આપતું હતું, પરંતુ આ પહેલીવાર છે જયારે કોઈ ગુજરાતી ગીત પર બુડાપેસ્ટ ઓર્કેસ્ટ્રા દ્વારા સંગીત આપવામાં આવ્યું હોય. ત્યારે આ ગીત ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ એક આગવું સંભારણું બની રહેશે.

આ ગીતની બીજી એક ખાસ વાત એ છે કે ગીતમાં વધુ ગાયકોને સાથે લાવવા કરતા એક જ ગાયક દ્વારા આ ગીતને ગાવામાં આવ્યું છે અને તેના માટે લોકપ્રિય ગાયક દિવ્ય કુમારની પસંદગી કરવામાં આવી, જે તેમના અવાજ માટે દુનિયાભરમાં જાણીતા છે અને તેમના અવાજથી જ આ ગીતને ચાર ચાંદ લાગી ગયા.

ફક્ત ગાયિકીમાં જ નહિ પરંતુ આ ગીતના તમામ પાસાઓમાં ઘણા દિગ્ગજોએ કામ કર્યું છે. જેમને ઘણા વર્ષો ફિલ્મ ઉદ્યોગમાં વિતાવ્યા છે. આ બધાના સહયોગ અને મહેનતના દમ પર એક ખુબ જ સરસ મજાનું અને ધમાકેદાર ગુજરાતી ગીત બન્યું છે “જીતે હવે ઇન્ડિયા”. આ ગીત દ્વારા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ એક ઊંચાઈ મળશે.

આ ગીત બનાવવાનો વિચાર ગુજરાતી ગાયક અને મ્યુઝિક કમ્પોઝર કુશલ ચોક્સીને આવ્યો હતો, જયારે તે 2022ના માધ્યમ યુરોપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમને બુડાપેસ્ટમાં ઓર્કેસ્ટ્રા પર યુરોપિયન સંગીત સાંભળ્યું અને તેનાથી તે મોહિત થઇ ગયા અને આ સંગીત પર જ તેમને ગુજરાતી ગીત નિર્માણ કરવાનો વિચાર કર્યો અને હવે આ ધમાકેદાર ગીત સૌની સામે આવીને ઉભું છે.

આ ગીતમાં જો અભિનયની વાત કરવામાં આવે તો તેમાં “છેલ્લો દિવસ” ફિલ્મ દ્વારા ગુજરાતીઓના હૈયા પર રાજ કરનાર અભિનેતા મિત્ર ગઢવી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ગીતમાં તે ધવલ નામના એક યુવકનું કિરદાર નિભાવી રહ્યો છે. જે એક શહીદ પિતાનો દીકરો છે અને ગલીમાં ક્રિકેટ રમીને પોતાના સપનાને સાકાર કરવા માટે આગળ વધે છે. તે ટીમ ઇન્ડિયા માટે રમે છે અને મેચ જિતાવે છે.


આ ફક્ત એક ગીત નથી પરંતુ એક કહાની છે. જેમાં ઘણી બધી ભાવનાઓ પણ છુપાયેલી છે. દેશપ્રેમ સાથે સાથે યુવાનોના સપના સાકાર કરવાની એક વાત આ ગીતમાં તમને બહુ જ સુંદર રીતે વણાયેલી જોવા મળશે.આ ઉપરાંત આ ગીતમાં બાળ કલાકાર વિશાલ ઠક્કર પણ જોવા મળશે. જેને “વિઠ્ઠલ તીડી” વેબ સિરીઝમાં ખુબ જ શાનદાર અભિનય કર્યો હતો

Niraj Patel