દીદીના અવસાન પછી જેતપુરની આ યુવતી માસી મટી બની ગઈ મા….અચૂક વાંચજો

સાળીએ કર્યા’તા જીજા સાથે લગ્ન, ગુજરાતની આ સત્ય ઘટના વાંચીને તમારી આંખ ભીની થયા વગર નહિ રહે

આપણી આસપાસ ઘણી પ્રેરણાદાયક કહાનીઓ જોવા મળે છે. ઘણીવાર પરિસ્થિતિ એવી પણ બની જાય છે જ્યાં પ્રેમ અને પૈસા કરતા પણ સંબંધોને મહત્વ આપવું પડે છે. ઘણા ઓછા લોકો હોય છે જે પોતાની પહેલી પસંદ સંબંધોને અપનાવવામાં રાખતા હોય છે, પરંતુ જેતપુરમાંથી જે ઘટના સામે આવી હતી તેને સંબંધોને ઉજાગર કરી આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રી કોમલે થોડી વર્ષો પહેલા પોતાના જ જીજાજી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરવા પાછળનું કારણ એ હતું કે કોમલની મોટી બહેનનું અકસ્માતમાં નિધન થઇ ગયું હતું અને તેની બહેનના એકના એક દીકરા ઉપરથી માતાનો પડછાયો છીનવાઈ ગયો હતો જેના બાદ કોમલે માસી મટી મા બની ગઈ હતી.

કોમલ ચંદુભાઇના ચાર સંતાનો પૈકી સૌથી નાની અને લાડકોડમાં ઉછરેલી દીકરી હતી, પરંતુ સમજદારીમાં તે સૌથી આગળ નીકળી ગઈ. અને પોતાની બહેનનું નિધન થતા જ પોતાના ભાણેજની જવાબદારી સ્વીકારવા માટે માસીમાંથી માતા બની ગઈ. કોમલે 3 ડિસેમ્બર 2016ના રોજ તેના જીજાજી સાથે એયર સમાજની અંદર ખુબ જ સાદાઈથી તેના જીજાજી સાથે તેને લગ્ન કર્યા હતા.

કોમલના આ નિર્ણયમાં તેના પરિવારજનો પણ સાથે હતા અને તેના આ નિર્ણયથી બધામાં ગૌરવ સાથે ખુશી પણ હતી. કોમલ પોતાના ભાણેજ અને તેનો પતિ ભાવેશ સાથે હાલ ભાવનગરમાં રહે છે. અને સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે.

કોમલની બહેનનું નામ અવની હતું, આ પહેલા કોમળ પોતાના પિતાને પણ ગુમાવી ચુકી હતી. જેના બાદ ઈશ્વર જાણે પરીક્ષા લેતો હોય તેમ તેની બહેન અવની, દીકરા સ્મિત અને મામા હિતેષભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન જ નવાગઢ પાસે તેમને અકસ્માત નડ્યો અને જેમાં અવનીનું અવસાન થયું હતું. આ દુર્ઘટનામાં સ્મિતનો પણ જમણો હાથ કપાઈ ગયો હતો.

સ્મિતના માથેથી એક તો માતાની છત્રછાયા છીનવાઈ ગઈ અને તેનો એક હાથ પણ ના રહ્યો, આવા સમયે સ્મિતને સાચવવાની જવબદારી સર્વોપરી હતી. ભાવેશ જો બીજા લગ્ન કરે તો સ્મિતને સાવકી માતા પ્રેમ આપશે કે નહિ તેની કોઈ ખાતરી નહોતી, જેના કારણે કોમલે જ ભાવેશ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને સ્મિતને માતા જેવો પ્રેમ આપ્યો.

Niraj Patel