બોલીવુડના ગીતોની જેમ ઘણા ગુજરાતી ગીતો પણ એવા છે જે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરની અંદર ગાવામાં આવે છે અને તેનો રંગ પણ નોખો હોય છે. એવું જ એક લોકપ્રિય ગીત “વાલમ આવો ને” જે રિલીઝ થયાના થોડા જ સમયમાં દુનિયાભરમાં ધૂમ મચાવી ગયું, યુવાન હૈયાઓને આ ગીત ખુબ જ સ્પર્શી ગયું હતું.
આ ગીત જેના અવાજમાં ગાવામાં હતું તે ગાયક જીગરદાન ગઢવી હવે તેમના મનગમતા વાલમ સાથે સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.
જીગરદાન ગઢવીને “જીગરા”ના નામથી પણ ઓળખવામાં આવે છે. જીગરાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવા સાથે ઘણા બધા આલ્બમ સોન્ગ પણ આપ્યા છે જે દરેક ગુજરાતીના મોઢા ઉપર ગણગણાટ કરતા હોય છે.
જીગરદાન ગઢવીએ તેમની પ્રેમિકા યતી ઉપાધ્યાય સાથે સગાઈ છે. તેમની સગાઈની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. યતી ઉપાધ્યાય ઓસ્ટ્રેલિયામાં રહેતી હોવાથી જીગરા અને યતી બંને લોન્ગ ડિસ્ટન્ટસ રિલેશનશિપમાં હતા. પરંતુ હવે બંનેએ બે દેશો વચ્ચેનું અંતર મિટાવીને સગાઈ કરી લીધી.
સગાઈના પ્રસંગે પણ જીગરદાન ગઢવીએ ઘૂંટણિયે બેસીને રિંગ પહેરાવતા પહેલા યતીને પ્રપોઝ કર્યું હતું. તેને “વીલ યુ મેરી મી” કહીને આંગળીમાં વીંટી પહેરાવી હતી. જીગરાનો આ રોમાન્ટિક લુક તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. સગાઈ પ્રસંગની તસવીરો અને વીડિયો જીગરાએ પણ તેના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
સગાઈ પ્રસંગમાં જીગરદાન ગઢવી અને યતી ઉપાધ્યાયે એક બીજાને રિંગ પહેરાવ્યા બાદ વરમાળા પણ પહેરાવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જીગરાએ યતી માટે તેનું ખાસ અને લોકપ્રિય ગીત “વાલમ આવોને” પણ ગાયું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમને ઉષ્માભેર વધાવી લેવામાં પણ આવ્યા હતા.
જીગરદાન ગઢવી આ સગાઈ પ્રસંગે શેરવાની અને સાફામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તો યતીએ ગ્રીન કલરના લહેંગા-ચોલી પહેરી હતી અને તેમાં તે એકદમ સિમ્પલ લૂકમાં પણ સ્ટનિગ લાગી રહી હતી. ફંક્શનમાં પરિવારના સભ્યો તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોને પણ આમંત્રિત કરાયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર મહામારી સંપૂર્ણપણે ખતમ થઈ ગયા બાદમાં જ જીગરદાન ગઢવી અને યતી ઉપાધ્યાય લગ્ન કરવાના છે. જીગરદાન ગઢવીએ અમદાવાદ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જ્યાં સુધી મહામારી સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય ત્યાં સુધી લગ્નએ રાહ જોવી પડશે.”
જીગરાએ આગળ કહ્યું હતું કે, “લગ્ન બાદ હું ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા માગુ છું, કારણ કે યતીએ કરિયર છોડવું પડે તેમ હું ઈચ્છતો નથી. સિંગર તરીકે, હું ઘરથી દૂર સોન્ગ રેકોર્ડ કરી શકું છું અથવા ત્યાં સ્ટૂડિયો બનાવી શકું છું. એમ પણ કામને લઈને હું ટ્રાવેલિંગ કરતો રહું છું”
યતી ઉપાધ્યાયે જીગરદાન ગઢવી માટે આ સગાઈમાં મહેંદી પણ પોતાના હાથમાં મુકાવી હતી, જેનો વીડિયો પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો. યતીના હાથમાં રહેલી મહેંદીમાં ખુબ જ સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું. યતીના હાથ ઉપર જીગર અને યતીની ઝાંખી પણ જોવા મળી રહી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ગત નવેમ્બર મહિનામાં યતી ભારત આવી પહોંચી હતી અને જીગરદાન તેને લેવા માટે એરપોર્ટ ગયો હતો. બંનેની પહેલી મુલાકાત 2019માં નવરાત્રી ઈવેન્ટ દરમિયાન થઈ હતી. યતી આમ તો સર્ટિફાઈડ નર્સ છે પરંતુ તેણે તે ઈવેન્ટ હોસ્ટ કરી હતી અને જીગરદાને પર્ફોર્મન્સ આપ્યું હતું.