25 વર્ષની એ હસીના જેણે માત્ર 3 જ ફિલ્મોમાં કામ કર્યુ, પિતાની ઉંમરના અમિતાભ સાથે લડાવ્યો ઇશ્ક…પછી 6 વર્ષ બાદ બંધ એપાર્ટમેન્ટમાં મળી લાશ

 

અમિતાભ બચ્ચન-આમિર ખાન સાથે કર્યુ કામ, ડેબ્યુ કરતા જ છવાઇ એક્ટ્રેસ- 25ની ઉંમરે કરી આત્મહત્યા….

ફિલ્મ ઇન્ડસટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસ રહી છે જેમનું જીવન પડદા પર ખૂબ જ રંગીન અને ખુશ દેખાય પરંતુ વાસ્તવમાં તેઓ અંદરથી પીડા અને સમસ્યાઓ સામે લડી રહી હોય છે. સામાન્ય લોકોને તેમના દુ:ખનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તેઓ અચાનક ગુમનામીમાં ચાલ્યા જાય છે કે પછી આ દુનિયાને અલવિદા કહી દે છે. આવી જ એક અભિનેત્રી હતી, જેણે લાંબા સમય સુધી સખત મહેનત કરીને પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી, પરંતુ પછી તેનો મૃતદેહ તેના જ ઘરમાં મળી આવ્યો.

પોતાના ઓનસ્ક્રીન રોમેન્ટિક સીન અને લવ લાઈફ માટે ચર્ચામાં રહેતી આ હસીના હવે આપણી વચ્ચે નથી. અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એ દરેક નવા ચહેરાનું સ્વપ્ન હોય છે. પરંતુ તેમની સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો બહુ ઓછા લોકોને મળે છે. આજે અમે એજ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જેણે 18-19 વર્ષની ઉંમરે ‘નિશબ્દ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરીને ધમાલ મચાવી દીધી હતી. જો કે, ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કરવાની તેમની સફર એટલી સરળ નહોતી જેટલી લાગતી.

અમે એ બોલીવુડ હિરોઈન વિશે વાત કરી રહ્યા છીએ જે બ્રિટિશ-અમેરિકન અભિનેત્રી અને સિંગર હતી. તેણે 2007 થી 2010 સુધી ત્રણ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું, ત્યારબાદ તે ફિલ્મ ઉદ્યોગમાં એક મોટું નામ બની ગઈ. અમે જિયા ખાન વિશે વાત કરી રહ્યા છીએ. આજે પણ જ્યારે તેનું નામ લેવામાં આવે છે, ત્યારે લોકો તેને યાદ કરીને ભાવુક થઈ જાય છે. જિયા ખાને 5 જૂન 2013 ના રોજ 25 વર્ષની નાની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી.

પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર જિયાએ 2007 માં રામ ગોપાલ વર્માની રોમેન્ટિક ડ્રામા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેના માટે તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. 2008 માં તે આમિર ખાન સાથે ‘ગજની’ માં જોવા મળી હતી, જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ફિલ્મે 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કર્યો.2010માં જિયા ખાને ફરીથી પોતાની એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા. હાઉસફુલ જેવી કોમેડી ફિલ્મમાં તે જોવા મળી.

આ 2010ની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પછી એક દિવસ જિયા ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું. 2013 માં, જિયા ખાનનું અવસાન થયું. તેનું મૃત્યુ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું, પરંતુ તેની માતાએ દાવો કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી હતી. 2017 માં, સીબીઆઈએ જિયા ખાનના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની હત્યા અને જાતીય હુમલાના આરોપમાં પૂછપરછ કરી કારણ કે અભિનેત્રીના સુસાઇડ લેટરમાં સૂરજનું નામ હતું. આખરે 2023 માં લાંબી કાનૂની લડાઈ પછી મુંબઈ કોર્ટે સૂરજને કેસમાંથી મુક્ત કર્યો.

Previous Article

વૃદ્ધ પાડોશી, મહિલાના દરવાજા બહાર મૂકી ગઈ થેલી, થેલી ખોલતા જ મહિલાની આંખો થઈ ગઈ ચાર..!

Next Article

"કસોટી જિંદગી કી"ની શ્વેતાની ઓન સ્ક્રીન 40 વર્ષની દીકરીના લૂકે બોલિવૂડની હિરોઈનોને પણ આપી ટક્કર, તસવીરો જોઈ તમે પણ રહી જશો દંગ !

error: Protected Content!