અમદાવાદમાં આ વ્યક્તિએ બનાવ્યા ગાય માટે ઘરેણાં, શો રૂમમાં ગાયની કરવામાં ભવ્ય પધરામણી, વીડિયો જોઈને ઠેર ઠેર થઇ રહી છે પ્રસંશા

આપણા દેશમાં ઘણા લોકો પ્રાણી પ્રેમી છે. જે પોતાના પ્રાણીઓને પોતાના સંતાનો કરતા પણ વિશેષ પ્રેમ કરે છે. અને તેમાં પણ ગાયની પૂજા તો હિન્દૂ ધર્મની અંદર ખાસ માનવામાં આવી છે. ગાયને માતાનો દરજ્જો મળેલો છે. સરકાર દ્વારા ગાયને બચાવવા માટેના અભિયાનો પણ ચાલે છે અને ઘણા ગૌ સેવકો ગાયની રક્ષા પણ કરતા જોવા મળે છે.

પરંતુ અમદાવાદમાં રહેતા એક કરોડપતિનો ગાયો પ્રત્યેનો પ્રેમ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ ગાય પ્રેમીનું નામ છે વિજય પરસાણા. વિજય પરસાણાએ તેમના ઘરમાં છેલ્લી 3 પેઢીથી 11 ગાયનોની દેખરેખ કરી રહ્યા છે.

તેમને અમદાવાદ નજીકના મણિપુર ગામમાં પોતાનો બંગલો પણ ગાયો માટે ખાલી કરી દીધો છે. આ બંગલામાં 11 ગાયોને કોઈ તકલીફના પડે તે માટેની બધી સુવિધા કરવામાં આવી છે.

હાલ વિજય પરસાણાના ગાય પ્રત્યેના અધભૂત પ્રેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વિજયભાઈ તેમની ગાય માટે લાખો રૂપિયાના ઘરેણાં બનાવી રહ્યા છે. અને શો રૂમની અંદર આ ગાયનું ભાવ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.

વિજય પરસાણાએ તેમની ગાય અને ગાયના વાછરડા માટે ઘરેણાં બનાવવા માટે અમદાવાદના એ.બી. જવેલર્સનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે શો રૂમના માલિક મનોજ સોની સાથે તેમને વાત કરી. આ સાંભળીને મનોજભાઈ પણ ખુબ જ ખુશ થયા અને તેમને વિજયભાઈ પાસે એક શરત પણ રાખી. તેમને કહ્યું કે તે જો ગાયને શો રૂમમાં લઈને આવશે તો તે બધા જ ઘરેણાં બનાવશે.

વિજયભાઈએ મનોજભાઈની શરતને કબૂલી લીધી અને ગાયને લઈને શો રૂમમાં પહોંચી ગયા, જ્યાં મનોજભાઈએ પણ આ ગાયનું ભવ્ય સ્વાગત કર્યું, તેમજ પૂજા પણ કરી. આરતી પણ ઉતારી. ગાય અને વાછરડા ઉપર ફૂલોથી વરસાદ પણ કરવામાં આવ્યો. શો રુમનો માહોલ પણ એવો લાગી રહ્યો હતો જાણે લગ્ન હોય.

ગાય અને વાછરડાને ઘરેણાં પહેરાવ્યા બાદ ગાય અને વાછરડાને ફળ આપીને રવાના કરવામાં આવ્યા હતા. વિજયભાઈએ ગાય માટે માત્ર સામાન્ય ઘરેણાં નહોતા કરાવ્યા. આ ઘરેણાંમાં સોના ચાંદી અને કિંમતી રત્નો પણ જોડાયેલા હતા. સોશિયલ મીડિયામાં વિજયભાઈના ગાય પ્રેમનો અને શો રૂમ દ્વારા કરવામાં આવેલી આગતા સ્વાગતાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel