મહિલાએ બેબી શાવર માટે બનાવી કાજુ-બદામની જ્વેલરી, વીડિયો જોઇ ઉડી ગયા લોકોના હોંશ

ઇન્ટરનેટ પર મહિલાની ‘ડ્રાયફ્રુટ જ્વેલરી’ વાયરલ, જોઇ લોકોએ આપ્યા આવા રિએક્શન- જુઓ વીડિયો

ડ્રાઇ ફ્રુટ્સની જ્વેલરી પહેરી દુલ્હને કર્યો શ્રૃંગાર, વીડિયો જોઇ યુઝર્સ બોલ્યા- ખાવાની બરબાદી…

આ દિવસોમાં લોકો ખાસ પ્રસંગોએ યુનિક દેખાવા માટે કંઈ પણ કરે છે. લગ્ન અને બેબી શાવર સહિત કેટલાક ખાસ પ્રસંગો માટે ઘણા લોકો બ્યુટી મેકઓવર અને અલગ અલગ જ્વેલરી કેરી કરવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો પરંપરાગત પસંદ કરી શકે છે. જો કે કેટલાક તો ઇન્ટરનેટ પર વાયરલ ટ્રેંડને ફોલો કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જ્વેલરી મેકઓવરનો છે.

બેબી શાવરમાં પહેરી ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલી જ્વેલરી

એક મહિલા ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ આ ‘ડ્રાય ફ્રુટ્સ જ્વેલરી’ ઈન્સ્ટાગ્રામ પર ચર્ચાનો વિષય બની છે. વીડિયોમાં મહિલાને ડ્રાય ફ્રુટ્સમાંથી બનેલ જ્વેલરીનો સંપૂર્ણ સેટ પહેરેલી જોઈ શકાય છે, જેમાં વીંટી, માંગ ટીકો, બંગડીઓ, કાનની બુટ્ટી અને કમરબંધ બધુ જ સામેલ છે. બદામ, કાજુ અને પિસ્તાને ભેળવીને આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે, જે મહિલા પર સારી પણ લાગી રહી છે.

ઘણા લોકોને ગમ્યો આઇડિયા તો ઘણાએ કરી આલોચના

જોકે, એ સ્પષ્ટ નથી કે આ ડ્રાયફ્રુટ્સને ઉપયોગમાં લેવાયા હતા કે ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાકને આ અનોખો પ્રયોગ ગમ્યો, જ્યારે ઘણાએ આની આલોચના કરી. એક યુઝરે લખ્યું, “વાહ, શું સર્જનાત્મક વિચાર છે!” જ્યારે બીજાએ લખ્યું, “આટલી મહેનત! આટલા મોંઘા બદામ માત્ર જ્વેલરી માટે વેડફાય છે?” આ ઇન્સ્ટાગ્રામ રીલને 11 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકોએ ખોરાકના બગાડની ટીકા કરી છે.

Shah Jina