જેતપુર : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવાને ટૂંકાવ્યુ જીવન, સોશિયલ મીડિયામાં થયો પ્રેમ, જાણો વધુ વિગત

ગુજરાત : જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પરમારના 18 વર્ષના દીકરાએ ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ યુવકે સોશિયલ મીડિયા મારફત પ્રેમમાં નિષ્ફળતા મળતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રમેશભાઇને ત્રણ છોકરાઓ હતા તેમાં અજય બીજા નંબરનો હતો અને તે સાડીઓના પેકિંગનું મજૂરી કામ કરતો હતો.

તેને લગભગ 1.5-2 વર્ષ પહેલા એક યુવતિ સાથે સોશિયલ મીડિયા મારફતે પ્રેમ થયો હતો પરંતુ આ યુવતિ સાથેના પ્રેમમાં તેને નિષ્ફળતા મળી હતી. અજયને આ વાતનું ઘણુ ખરાબ લાગ્યુ હતુ અને તેને કોઇ વ્યસન ન હતુ છત્તાં તે પાન મસાાલા ખાનારો થઇ ગયો હતો અને તે દારૂ પીતો પણ થઇ ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

અજય તે છોકરીને ભૂલી શકતો ન હતો. તેણે જયારે આત્મહત્યા કરી ત્યારે તેના માતા-પિતા કોઇ દુખના પ્રસંગમાં ગયા હતા અને તેના ભાઈઓ પણ કામ પર ચાલ્યા ગયા હતા ત્યારે તેણે નાસ્તો કર્યો અને તે બાદ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ. અજય કામ પર જતો હતો ત્યાં તે ન પહોંચતાં તેના સાથી કામદારોએ અજયના ભાઈને ફોન કરી કામ પર આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

અજયના ભાઈએ અજયના મિત્રને ફોન કરીને પૂછ્યુ કે તે ઘરે છે કે નહીં તે જોવાનું કહેતાં તેનો મિત્ર ઘરે જતાં દરવાજો ખુલ્લો હતો. અને જેવુ જ તેણે દરવાજો ખોલીને જોતાં અજય ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જેથી તેને તરત જ તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Shah Jina