જુઓ વીડિયો: જેતપુરના આ ધનિકનું દરિયાઈ દિલ આવ્યું સામે,સંબંધીને હોસ્પિટલમાં બેડ ના મળતા પોતાના આલીશાન બંગલામાં જ ખોલી નાખી હોસ્પિટલ

ગુજરાતીઓ ખુબ જ દિલદાર હોય છે તે વાતના ઘણા ઉદાહરણો આપણી આસપાસ તમને જોવા મળી જતા હોય છે. જયારે પણ દેશને મદદની જરૂર પડે છે ત્યારે ગુજરાતી ક્યારેય પાછી પાની કરતા નથી. આવું જ એક ઉદાહરણ જેતપુરમાંથી સામે આવ્યું છે જ્યાં એક વ્યક્તિના સંબંધીને હોસ્પિટલમાં બેડ ના મળતા તેમને પોતાના આલીશાન ઘરની અંદર જ હોસ્પિટલ શરૂ કરી દીધી છે.

જેતપુરમાં રહેતા જેસુરભાઇ વાળાએ પોતાના આલિશાન બંગલામાં 20 બેડ અને ઓક્સિજન અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી છે. આ સાથે દર્દીઓ અને તેમના સંબંધીઓનો ખાવાપીવાનો ખર્ચ પણ તેઓ એ જ પોતાના માથે લીધો છે.

હાલના સમયમાં મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી મળી રહ્યા તો ઘણા લોકોને બેડ મળે છે પરંતુ ઓક્સિજન નથી મળી રહેતું ત્યારે જેસુરભાઈ દ્વારા પોતાના ઘરની અંદર જ બેડ સાથે ઓક્સિજન સહિતની વ્યવસ્થા કરીને માનવતાની એક મોટી મિસાલ કાયમ કરી છે.

બેડમાં ઓક્સિજન આપવા માટે પ્લાસ્ટિકની પાણીની પાઇપ ગોઠવીને વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે કોરોનાના દર્દીનું ઓક્સિજન અને તેની તંદુરસ્તીનું સતત ધ્યાન રાખવામાં આવે છે. દર્દીઓની સાથે રહેતા તેમના સગાઓને જમવા સહિતની સુવિધા બંગલામાં ઉભી કરવામાં આવી છે.

જેસુરભાઈના બંગલામાં થઈ રહેલી કોરોના સંક્રમિત દર્દીઓની સેવાને જોઈને લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે. જેસુરભાઈ જે કામ કરી રહ્યા છે તે કામ કરવા માટે ખરેખર મોટું દિલ જોઈએ.

Niraj Patel