બાંગ્લાદેશી યુવતિના પ્રેમમાં પડેલ જેતપુરના યુવકની ઘરવાપસી, મુસ્લિમ બનેલ યુવકે ફરી અપનાવ્યો હિંદુ ધર્મ ! ચંદન તિલક સાથે કરવામાં આવ્યુ સ્વાગત

હાલમાં જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો જેમાં એક હિંદુ યુવક કે જે બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના પ્રેમમાં પાગલ હતો, તે તેને પામવા મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈના પ્રવચનોથી પ્રભાવિત થઈ ધર્મપરિવર્તન કરાવા તૈયાર હતો. જો કે, આ પ્રેમ કહાની અંતે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ધર્મપરિવર્તના ચક્કરમાં પડેલ યુવકની અંતે હિંદુ ધર્મમાં ઘરવાપસી કરાઈ. જેતપુરના આશિષ ગોસ્વામીની બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ થઇ હતી.

ત્યારે આશિષના પિતાએ યુવતી સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયાના આક્ષેપ કર્યા હતા. આશિષ મુસ્લિમ ધર્મગુરુના સંપર્કમાં રહેતો અને મસ્જિદમાં પણ રહેવા લાગ્યો હતો. તેણે મુસ્લિમ જેવો લુક પણ અપનાવ્યો હતો અને તે દિવસમાં પાંચવાર નમાજ પણ અદા કરતો હતો. જો કે, પોલીસ અને પિતાના ઘણીવાર સમજાવ્યા બાદ પણ તે માનવા તૈયાર નહોતો. આશિષ ગૌસ્વામી સોશિયલ મીડિયા મારફત મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના વીડિયો જોતો અને આ જોઈ તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પણ પ્રેરાો હતો, આ તેનું કથન હતું.

પણ બાંગ્લાદેશની પરિણીત યુવતીનો ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક બાદ તેની સાથે નિકાહ કરવા યુવક ધર્મ પરિવર્તન કરતો હોવાનું તેના પિતાનું કથન છે. આશિષ ગોસ્વામીએ જણાવ્યું કે, મનુષ્યોએ પોતાના હાથે બનાવેલ જુદાજુદા ભગવાનની મૂર્તિ એટલે કે અનેક ભગવાન આપણું શું ભલું કરી શકે. ઇસ્લામ ધર્મમાં એક અલ્લાહને જ પૂજવાનું છે તે જ દુનિયાના સાચા નબી છે. આશિષ પાંચ વખત નમાજ પણ પઢતો અને તેને જો પૂર્ણ મુસ્લિમ બનવું હોય તો તેને ખતના કરાવવું પડે અને એટલે તે સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવેલખતના કરાવવા ગયો અને આ માટે બે મુસ્લિમ યુવકો પણ સાથે હોસ્પિટલ ગયા હતા.

તેણે હોસ્પિટલમાં કેસ પેપરમાં પોતાનું નામ શેખ મહંમદ અલસમી નોંધાવ્યુ હતુ. જો કે, યુવકના પિતાને દીકરો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરે એ જરા પણ પસંદ નહોતુ અને સ્વીકાર્ય નહોતું તો યુવકે ઘરમાં કહ્યુ કે જો મુસ્લિમ ધર્મ અપનાવવામાં કોઈ અવરોધ ઉભો કરશો તો આપઘાત કરી લઇશ. આશિષના પિતાએ જણાવ્યુ કે, તેઓ કોઇ પણ કાળે તેને ધર્મ પરિવર્તન નહિ કરવા દે અને તેનું બ્રેઇન વોશ થયેલુ છે. જો જરૂર પડશે તો તેની માનસિક સારવાર પણ તેઓ કરાવશે. ત્યારબાદ આ આખો મામલો સીટી પોલીસમાં પહોંચ્યો અને સમજાવટ બાદ યુવાનની હિંદુ ધર્મમાં ધરવાપસી કરાવમાં આવી.

આશીષ ગોસ્વામી કે જે છેલ્લા કેટલાય મહિનાઓથી દાઢી વધારી ગોળ ટોપી પહેરી અને મુસ્લીમ ધર્મમાં જવાના માર્ગે ચડયો હતો તેનું નૃસિંહ મંદિરના મહંતે ચંદન તિલક સાથે સ્વાગત કર્યું. સ્થાનિક હિંદુ ધર્મ સેનાના આગેવાન અને જેતપુરમાં આવેલ નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજ મોટી સંખ્યામાં હિંદુ યુવાનો સાથે યુવાનના ઘરે પહોંચ્યા અને તેને સમજાવ્યો હતો. જે બાદ યુવાને મુસ્લિમ જેવી રાખેલી દાઢી ટ્રિમ કરી અને હિંદુ ધર્મમાં પરત ફર્યો.

Shah Jina