શું દયાને છૂટાછેડા આપશે જેઠાલાલ ? ટપુના પપ્પાએ કરી શોકિંગ એનાઉન્સમેન્ટ…

દયા જલ્દી પાછી નહિ આવે તો જેઠાલાલ આપી દેશે તલાક… જાણો

ખબર નહિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શું ચાલી રહ્યું છે… છેલ્લા કેટલાક દિવસોથી બધા રાહ જોઈ રહ્યા હતા કે આ દિવાળીએ દયાબેન પરત આવશે અને ગોકુલધામ સોસાયટી ફરી ધમધમશે, પણ એવું કંઈ થયું નહિ અને દર્શકોના સપનાઓ રોળાઈ ગયા. ના તો દયાબેન પાછા ફર્યા કે ના તો દર્શકોની ઈચ્છા પૂરી થઈ. આ દિવસોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.

દયાબેન હજુ સુધી શોમાં પરત ફર્યા નથી

અહેવાલો હતા કે દયાબેન આ દિવાળીએ શોમાં પાછા ફરશે. પરંતુ આવું ન થયું. દયાબેન હજુ સુધી શોમાં પરત ફર્યા નથી. દયા ના આવવાથી જેઠાલાલ ખૂબ જ દુઃખી છે અને તે સુંદર પર ગુસ્સે પણ છે. શોમાં બતાવવામાં આવ્યું હતું કે દયાએ સુંદરની સાથે એક દીવો મોકલ્યો છે, જેને બાપુજી, ટપુ અને જેઠાલાલ મંદિરમાં પ્રગટાવે છે અને દિવાળીની પૂજા કરે છે. આ પછી સુંદર કહે છે કે દયાએ ઓડિયો મેસેજ મોકલ્યો છે. આ સાંભળીને જેઠાલાલ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

ટૂંક સમયમાં ગોકુલધામ સોસાયટીમાં થશે દયાની એન્ટ્રી

ઓડિયોમાં દયાબેન જેઠાલાલની માફી માંગે છે કે તેઓ દિવાળી પર ઘરે આવી શક્યા નથી. દયા કહે છે કે તે તેની લાગણીઓને સમજે છે અને પાછા આવવા માંગે છે. જોકે, તેની માતા તેને વારંવાર રોકી રહી છે અને તેના કારણે તે આવી શકતી નથી. દયા પછી બધાને શુભેચ્છા પાઠવે છે અને ટૂંક સમયમાં ગોકુલધામ સોસાયટીમાં પાછા આવવાનું વચન આપે છે.

બાદમાં બાપુજી, જેઠાલાલ અને ટપુ સુંદર સાથે ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં જાય છે. જેઠાલાલે સુંદરને પૂછ્યું કે દયા ક્યારે આવશે. તો સુંદર કહે છે કે જાન્યુઆરી 2024માં આવશે. સુંદર કહે છે કે તે પૂરી કોશિશ કરશે કે દયા જાન્યુઆરી 2024માં આવે.

જેઠાલાલનું શોકિંગ એનાઉન્સમેન્ટ

આ પછી જેઠાલાલ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે જો દયા જલ્દી નહીં આવે તો તે દયાને છૂટાછેડા આપી દેશે. આ સાંભળીને બધા ચોંકી જાય છે. સુંદર જેઠાલાલને આવા નિર્ણયો ન લેવા કહે છે. ત્યારે જેઠાલાલ કહે છે કે દયાને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે અને જો હવે દયા પાછી નહિ આવે તો તે દયાથી અલગ થઈ જશે. પછી સુંદર જેઠાલાલને વચન આપે છે કે તે જાન્યુઆરીમાં દયાને લાવશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં શોમાં શું ટ્વિસ્ટ આવે છે.

Shah Jina