“તારક મહેતા..”ની સ્ટારકાસ્ટની આ બાળપણની તસવીરો જોઈને તમે પણ ઓળખી નહીં શકો.. આજ પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય આ તસવીરો

તારક મહેતાના સિતારા હતા બાળપણમાં આટલા ક્યૂટ, પોપટલાલની તસ્વીર જોઈને ઓળખવા છે મુશ્કેલ

છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. તો આ શોના પાત્રો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. દરેક પાત્રની એક આગવી વિશેષતા છે, અને એટલે જ 3000 એપિસોડ અને 13 વર્ષ જેટલો સમય  પૂર્ણ કર્યો હોવા છતાં પણ આ શો દર્શકોની પહેલી પસંદ બનેલો છે. આજે અમે તમારા માટે આ શોના સ્ટારકાસ્ટની કેટલીક ખાસ તસવીરો લઈને આવ્યા છે, જે તમે પણ આજ પહેલા ક્યારેય નહીં જોઈ હોય.

1. શૈલેષ લોઢા:
તારક મહેતા ધારાવાહિકમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા શૈલેષ લોઢા પોતાના અસલ જીવનમાં કવિ અને લેખક છે. તેમની જૂની તસ્વીરનીં અંદર તે ખુબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. આ તેમની કોલેજની તસ્વીર હોય તેમ લાગી રહ્યું છે.

2. મંદાર ચાંદવડકર:
ગોકુલ ધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી અને ટીચર આત્મારામ ભીડેનું પાત્ર નિભાવનાર મંદાર ચાંદવડકર પણ પોતાના જુવાનીના દિવસોમાં કમ નહોતા લાગી રહ્યા. તેમની જૂની તસ્વીર જોઈને એ વાત ચોક્કસ સ્પષ્ટ થશે કે તેમના જવાનીમાં તેમના માથે વાળ ખુબ જ હતા.

3. જેનિફર મિસ્ત્રી:
તારક મહેતાનાના મિસિઝ સોઢીનું પાત્ર નિભાવી રહેલા જેનિફર મિસ્ત્રી પણ તેમની જૂની તસ્વીરમાં આજની જેમ જ સુંદર દેખાય છે. તેમની રંગતમાં વધારે ફર્ક નથી આવ્યો.

4. નિર્મલ સોની:
શોની અંદર ડોક્ટર હાથીનું પાત્ર નિભાવનાર અભિનેતા નિર્મલ સોની બાળપણમાં ખુબ જ ક્યૂટ દેખાતા હતા. બાળપણમાં પણ તેમનું વજન ખુબ જ વધારે હતું.

5. દિલીપ જોશી:
તારક મહેતામાં સૌનું મન ગમતું પાત્ર જેઠાલાલનો અભિનય કરી રહેલા દિલીપ જોશી ખુબ જ સિનિયર અભિનેતા છે. જેઠાલાલના જવાનીના દિવસોની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે કાઉબોય બનેલા નજર આવી રહ્યા છે.

6. દિશા વાંકાણી:
શોમાં દયાબેનનું પાત્ર નિભાવી રહેલા દિશા વાંકાણી ભલે આ શોની અંદર આજે નથી જોવા મળી રહ્યા પરંતુ દર્શકો આજે પણ તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની એક બાળપણની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર મળી આવી છે જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

7. અંબિકા રાજનકર:
કોમલ ભાભીનું પાત્ર નિભાવવા વાળા અંબિકા રાજનકરની તસ્વીર ખુબ જ જૂની છે. જેમાં તે સફેદ સૂટ પહેરેલા નજર આવી રહ્યા છે. તેમના ચહેરામાં વધુ બદલાવ નથી આવ્યો પરંતુ તેમનું વજન ખુબ જ વધી ગયું છે.

8. શ્યામ પાઠક:
દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પોતાની જવાનીના દિવસોમાં પણ અપ-ટુ-ડેટ રહે છે. તે ખુબ જ ફેશનેબલ પહેલાથી જ છે જે તેમની જૂની તસ્વીરમાં જ જોઈ શકાય છે.

9. શિવાંગી જોશી:
માધવી ભાભીનું પાત્ર નિભાવી રહેલ અભિનેત્રી શિવાંગી જોશીની પણ બાળપણની એક તસ્વીર સામે આવી છે, જેમાં તે ખુબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે અને તેમની સ્માઈલ પણ બહુ જ સુંદર છે.

Niraj Patel