“તારક મહેતા”ની રોશન સોઢીએ કરી બુલેટની સવારી, મુંબઇના રસ્તા પર આવી રીતે દોડાવી બાઇક, જુઓ વીડિયો

‘પગ પહોંચે તો લઇ લે’ પતિની ઇજાજત બાદ રોશન ભાભીએ ખરીદી બુલેટ, જુઓ વીડિયો

પોપ્યુલર ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં રોશન ભાભીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે આખરે બાળપણનું સ્વપ્ન પૂરુ કરી લીધુ છે. અભિનેત્રીનું સ્વપ્ન તેના પતિ બોબી બંસીવાલે પૂર્ણ કરી દીધુ છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની રોશન ભાભી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેમના રિયલ લાઇફ પતિ બોબી બંસીવાલે તેમને લગ્નની 20મી વર્ષગાંઠ પર બાઇક ગિફ્ટ કરી છે. જેનિફરનું બાળપણનું સપનુ હતુ કે તેની પાસે પોતાની એક બાઇક હોય. પતિએ જેનિફરની આ ઇચ્છા પૂરી કરી લીધી છે. બાઇક ચલાવતા જેનિફરે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે જ ચાહકોને આ વિશે જાણકારી પણ આપી છે.

અભિનેત્રીએ લખ્યુ, મારા બાળપણનું સૌથી મોટુ સપનું પૂરુ થઇ ગયુ. મેં મારી પહેલી બાઇક ખરીદી લીધી. મારા પતિાએ પૂરી લાઇફ રોયલ એનફીલ્ડ બુલેટની સવારી કરી જે આજે પણ મારા ગુહનગરમાં છે. લાંબા સમયથી એક બાઇક ખરીદવાની ઇચ્છા હતા, પરંતુ મારા પતિ અનુમતિ આપી રહ્યા ન હતા. આખરે તેમણે મને કહ્યુ કે, પગ પહોંચે તો લઇ લે, હું એ બધી જ બાઇકને પ્રેમ કરુ છું જે મેં ચલાવી છે. હવે આના પર મારા પગ પહોંચ્યા છે. વિચારો મેં કઇ ખરીદી છે. ?

તેણે આગળ વધુમાં લખ્યુ કે, બોબી બંસીવાલ તમારો આભાર, લગ્નની 20મી વર્ષગાંઠ પર મને આ ગિફ્ટ કરવા માટે. લગ્નની વર્ષગાંઠ માર્ચ 2021માં હતી, પરંતુ બાઇક કાલે જ આવી ગઇ.

પોતાની બ્રાન્ડ ન્યુ બાઇકને મુંબઇના રસ્તા પર દોડાવતો એક વીડિયો અભિનેત્રીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ તેણે બાઇક ચલાવવાની પોતાની ઇચ્છા વિશેની કહાની જણાવી છે. તેણે વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, જેનિફરને બાઇક ચલાવવાનો ખૂબ જ શોખ છે. જો કે, તે ભારી બાઇક ચલાવવાથી કતરાય છે. તે અસલમાં ટ્રાયલ્ફ ખરીદવા માંગતી હતી. પરંતુ બાઇકને હલાવી પણ ન શકી, કારણ કે તે બાઇક 400 કિલોની હોય છે. બાદમાં પ્રાઇસે તેમને હલાવી દીધા.

Shah Jina