‘તારક મહેતા’ ફેમ જેનિફર મિસ્ત્રીની જીત, અસિત મોદી પર લગાવવામાં આવ્યો ભારે દંડ પરંતુ ખુશ નથી મિસિસ સોઢી

યૌન ઉત્પીડન કેસમાં ‘તારક મહેતા’ ફેમ જેનિફર મિસ્ત્રીની જીત, અસિત મોદી પર લગાવવામાં આવ્યો ભારે દંડ

‘તારક મહેતા’ ફેમ જેનિફર મિસ્ત્રીની થઇ જીત, શોના પ્રોડ્યુસર પર લાગ્યો ભારે દંડ, પરંતુ ખુશ નથી મિસિસ સોઢી

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે થોડા સમય પહેલા નિર્માતા અસિત કુમાર મોદી સામે માનસિક અને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે આ મામલામાં જેનિફરની જીત થઈ છે. ઈ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, આ કેસમાં શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં હવે તેમને જેનિફર મિસ્ત્રીને 5 લાખ રૂપિયાની બાકી રકમ અને વળતર ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે. પરંતુ જેનિફર મિસ્ત્રી આ નિર્ણયથી ખુશ નથી. અભિનેત્રીએ કહ્યું કે, ‘આ નિર્ણય મારા પક્ષમાં છે, મેં લગાવેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. મેં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 1લી જુલાઈ સુધી મુંબઈ પોલીસ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પછી મેં મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી અને હવે મને ઇંસાફ મળ્યો છે.

અસિત કુમાર મોદીને મારી ચૂકવણીને જાણી જોઈને રોકી રાખવા બદલ મને મારી બાકી રકમ અને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે કુલ રૂ.25-30 લાખ છે.’ અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘આ કેસમાં 15 ફેબ્રુઆરીએ જ નિર્ણય આવી ગયો હતો પરંતુ મને મીડિયા સમક્ષ લાવવાની મનાઈ હતી. હવે તેને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને મને હજુ સુધી મારી બાકી રકમ મળી નથી.

દોષી સાબિત થયા બાદ પણ આરોપીઓને કોઈ સજા આપવામાં આવી નથી. જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે જણાવ્યું હતું કે હોળીના દિવસે શોના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજે મળીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તે દિવસે આ ત્રણેયે જાણી જોઈને અભિનેત્રીને લાંબો સમય સેટ પર બેસાડી રાખી હતી.

બધા ગયા પછી ત્રણેયે જેનિફર સાથે બદ્તમીઝી કરી, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. આ આરોપો પર અસિત મોદીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે જેનિફર તેના કામ પર બિલકુલ ધ્યાન નહોતી આપતી. પ્રોડક્શન તરફથી દરરોજ તેની સામે ફરિયાદો થતી હતી. શૂટિંગના છેલ્લા દિવસે પણ તેણે સેટ પર ખૂબ જ દુર્વ્યવહાર કર્યો હતો.

Shah Jina