ગોલુ મોલુ મોઢું અને મોટી મોટી આંખો, મમ્મી કરીના કપૂર સાથે આઉટિંગ કરવા ગયો જેહ, ફેન્સે પૂછ્યું સૈફનું પાંચમું બાળક ક્યારે આવશે?

કરીના કપૂરને થોડા દિવસો પહેલા જ આખા પરિવાર સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં નજર આવ્યા હતા. કપલની હલ્દી સેરેમનીથી લઈને લગ્ન સુધી કરીનાના લુકે ખુબ વાવાહી લૂંટી હતી. તેની સાથે સાથે સૈફ અલી ખાન, તૈમુર અને જેહ પણ નજર આવ્યા હતા. તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન બૉલિવૂડના સૌથી વધારે ચર્ચામાં રહેવા વાળા સ્ટાર કિડ્સ છે.

સોશિયલ મીડિયા પર ઘણી વખત કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્રની તસવીરો છવાયેલી રહેતી હોય છે. તૈમુર અને જહાંગીરની તસવીરો આવતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઇ જતી હોય છે. થોડા દિવસ પહેલા કરીનાનો લાડલો જેહની તસવીર સામે આવી છે. રવિવારના દિવસે કરીના કપૂરને પેપરાજીએ તેમના કેમેરામાં કેદ કરી લીધા હતા. તેની સાથે તેનો પુત્ર જહાંગીર અલી ખાન પણ હતા.

કરીના કપૂરને મુંબઈમાં ગાડીમાં સ્પોટ કરવામાં આવી હતી. કરીનાએ જેહને ખોળામાં બેસાડેલો હતો. આ દરમ્યાન જેહ ગાડીની બારીમાંથી પેપરાજીને જોઈ રહયો હતો. તસવીરોમાં જેહ તેની મમ્મી કરીના સાથે નજર આવ્યો હતો. તે મમ્મી સાથે ગાડીની સવારી કરવા નીકળ્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે કરીનાનો ગોલુ-મોલું જેહ બારીની બહાર જોતો નજર આવી રહ્યો છે. આ દરમ્યાન કરીના જેહને અંદરની તરફ લે છે પરંતુ જેહ ફરી વખત બારી બાજુ આગળ આવે છે અને તેનો હાથ દેખાડે છે.

કરીનાએ તેને સરખી રીતે બેસાડવાની કોશિશ પણ કરી પરંતુ જેહ મમ્મીના ખોળામાં ઉછળતો-કૂદતો નજર આવ્યો હતો. જેહ અલી ખાન 14 મહિનાનો છે પરંતુ વસ્તુને સમજવા લાગ્યો છે. મીડિયાને જોઈને જેહ તેની આખો મોટી કરતો અજીબ મોઢું બનાવી રહ્યો હતો. ચાહકો કરીના અને જેહની આ તસવીરોને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by _ (@kapoors_1stfamilyofhindicinema)

કામની વાત કરીએ તો કરીના જલ્દી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં નજર આવશે. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં છે. લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષે જ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. તેના સિવાય અભિનેત્રી સુજિત સરકારની એક ફિલ્મમાં પણ કામ કરી શકે છે.

Patel Meet