સુરતમાં 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત થઇ અને પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું, જાણો સમગ્ર મામલો

સુરતમાં JCB પાસે અચાનક જ 3 મહિના પહેલા જ લગ્ન કરનાર યુવકનું થયું મૃત્યુ, પત્નીનું હૈયાફાટ રૂદન

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોની ઘટના સામે આવે છે. જેમાં કેટલાક લોકોના મોત થતા હોય છે. આવા અકસ્માતોમાં ઘણીવાર આખા પરિવારનું મોત થતુ હોય છે. તો ઘણીવાર કોઇ પોતાનો એકનો દીકરો, એકનો એક ભાઇ અથવા તો કોઇ પોતાનો પતિ ગુમાવતુ હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. આ દરમિયાન એક સફાઇ કર્મચારીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.

પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયેલ યુવકના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા. મૃતકનું નામ શૈલેષ સોનવાડિયા સામે આવ્યુ છે. મૃતકના પરિવારજનોએ મોતને લઇને ઘણા આક્ષેપો કર્યા છે. પરિવારે કહ્યુ કે, સફાઇ કર્મચારી તરીકે નિયુક્ત હોવા છત્તાં પણ વાહનોના પંક્ચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં. તેઓએ કહ્યુ કે, સફાઇ કર્મચારીનું મોત પાલિકાની લાપરવાહીથી થયું છે.

શૈલેષની નિયુક્તિ વર્ષ 2017માં પાલિકાના કાયમી સફાઈ કર્મચારી તરીકે થઈ હતી. તેની નિમણૂક ખજોદ ડિસપોઝલ સાઈટ પર થઈ હતી. ગત 13 તારીખના રોજ મૃતક શૈલેષે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને અચાનક JCBનું ટાયર ફાટતા તેનું મોત નીપજ્યું હતું, આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. શૈલેષના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં પરિવારનું હૈયાફાટ રુદન જોઇ ત્યાં ઉપસ્થિત સૌ કોઇની આંખ ભીની થઇ ગઇ હતી. શૈલેષની બહેને આક્ષેપ કરતાં કહ્યું હતું કે, શૈલેષની નિમણૂક સફાઈ કામદાર તરીકે થઈ હતી અને તેમ છતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવવામાં આવતાં હતાં. તેણે કહ્યુ કે, તેના ભાઇનું મોત પાલિકાની બેદરકારીના કારણે થયું છે. તેણે એવી માંગ કરી કે જવાબદાર સામે યોગ્ય પગલા લેવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે.

Shah Jina