મહેસાણા ગામનો યુવક જાપાનમાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલો, આ બિમારીનો ભોગ બનતા જાપાનમાં ફસાયો, ભારત લાવવા આટલા કરોડનો ખર્ચ

મહેસાણાનો યુવક જાપાનમાં આ ગંભીર બિમારીને કારણે ફસાયો, ભારત પરત લાવવા માટે છે આટલા કરોડની જરૂર, PM મોદી-ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

જાપાનમાં 3 વર્ષ પહેલા વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલા જયેશ પટેલ નામનો યુવાન અતિ ગંભીર બીમારીને કારણે છેલ્લા સાત મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. જયેશ ગુજરાતના મુળ જોટાણા તાલુકાના ભેસાણ ગામનો છે. હવે આ ખર્ચાળ સારવાર અને આ જ સ્થિતિમાં તેને ભારત લાવવા 1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે. પણ આ ખર્ચ પરિવાર ઉઠાવી શકે તેમ નથી તેથી ભાઈએ મદદ માટે લોકોને અપીલ કરી છે. સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ પણ યથાશક્તિ મદદની અપીલ કરી છે.

અમદાવાદી પિતા હાલ પોતાના દીકરાની સેવા કરવા માટે જાપાન ગયા છે. દીકરાને ટીબી અંતર્ગત અનેક કોમ્પિલિકેશન આવ્યાં હતા. જેથી તે હાલ જાપાનની એક હૉસ્પિટલમાં દાખલ છે. 56 વર્ષનાં પિતા હરિભાઇ પટેલે ભારત સરકારને તેમના દીકરા જયેશ પટેલને ભારત પરત લાવવા માટે મદદ કરવા અંગેનો એક પત્ર લખ્યો છે.

જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ 20 દિવસથી જાપાનમાં છે. જાપાની હોસ્પિટલે તેને ભારત લઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો છે. જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે.

Image source

પિતાએ એક અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યાં પ્રમાણે, શિબુકાવા મેડિકલ સેન્ટર ખાતેના હોસ્પિટલના ચાર્જ તેમના જેવા મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા કોઈ માટે પરવડી શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમના પુત્રની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. પરંતુ પહેલા એકવાર દીકરો ભારતમાં આવી જાય. તે માટે મને ભારતનાં ઓથોરિટીઝની મદદ જોઇએ છે.

તેઓ આગળ જણાવે છે કે, મારા પુત્રને ટીબીમાં 80 ટકા સારું થઇ ગયું હતું. પરંતુ તે તેના મગજમાં ફેલાયો છે અને તેના કારણે તે વધારે નબળો થઇ ગયો. આખો પરિવાર તેના માટે ચિંતિત છે. તેની પત્નીએ તેમની નાની દીકરીને છ માસ પહેલા જ જન્મ આપ્યો હતો. મારો પુત્ર પાછલા 2-2.5 વર્ષથી જાપાનમાં કામ કરે છે.

Shah Jina