મેનેજર બનેલા પિતા સંભાળે છે આ કામ, જાણો કેટલી ફી લે છે જયા કિશોરી અને ક્યાં કરે છે ખર્ચ

લગ્નને લઈને જયા કિશોરીએ કરી હતી આ વાત, કહ્યું હતું કે હું મેરેજ કરવા માંગુ છું અને…

નાની ઉંમરથી જ સાધ્વી જયા કિશોરી ઘણી ચર્ચામાં રહી છે. જયા કિશોરીની સોશ્યિલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. તેની કથા ભાગવતની સાથે તેના ભજન માટે પણ પ્રખ્યાત છે. સાધ્વી જયા ભક્તિમાં લીન હોવાની સાથે ગ્રેજ્યુએટ પણ છે. 7 વર્ષની ઉંમરથી જ જયાએ ભજન ગાવાનું શરુ કરી દીધું હતું.

જયા કિશોરી રાજસ્થાનમાં શ્રીગંગાનગરમાં રહે છે. બ્રાહ્નણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીના પરિવારમાં માતા પિતા અને એક બહેન સાથે રહે છે. જયા કિશોરીના પિતાનું નામ શિવ શંકર શર્મા છે. જયા કિશોરી તેના પિતા શિવ શંકર શર્માને આદર્શ અને મેન્ટોર માને છે.

જયારે જયા કિશોરીને પૂછવામાં આવ્યું કે ભક્તિમાં કેવી રીતે આવી તો તેણે કહ્યું કે મારા પરિવારમાં હંમેશાથી પૂજા પાઠ અને ભક્તિનો માહોલ રહ્યો છે. આજ કારણ છે કે મને આધ્યાત્મમાં રુચિ છે. તેણે કહ્યું કે ઘરના વૃદ્ધ લોકો જોડેથી ઘણી બધી આધ્યાત્મિક વાર્તાઓ સાંભળવા મળતી હતી જેના કારણે મારા મનમાં પણ તે જ રાહ પર આગળ વધવાનો વિચાર આવ્યો હતો.

જયા કિશોરીના કાર્યક્રમના આયોજન માટે જયા કિશોરીની વેબસાઈટ કે પછી તેના ફોન નંબર પર સંપર્ક કરવામાં આવે છે. જયા કિશોરીના પ્રોગ્રામની ફી લગભગ 9 લાખ 50 હજાર રૂપિયા કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે અડધી ફી એટલેકે 4 લાખ 75 હજાર રૂપિયા એડવાન્સ આપવાના હોય છે અને બીજા કાર્યક્રમ પૂરો થઇ જાય પછી આપવાના હોય છે.

કાર્યક્રમથી મળતાં રૂપિયાનો મોટો હિસ્સો જયા કિશોરી મહારાષ્ટ્રના નારાયણ સેવા સંસ્થામાં દાન કરતી હોય છે. તે સંસ્થા દિવ્યાંગો અને અનાથ બાળકો માટે કામ કરે છે. જયા કિશોરી તેની કમાણીનો થોડોક ભાગ તેના ટ્રસ્ટમાં પણ આપતી હોય છે.

એક ઇન્ટરવ્યૂમાં જયા કિશોરીના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે જયા કિશોરીએ કહ્યું હતું કે, ‘હું સંત નથી. હું લગ્ન કરવા માંગુ છુ.’ હું એક સાધારણ સ્ત્રી છુ અને બીજી છોકરીઓની જેમ લગ્ન કરવા માંગુ છુ. લગ્નને લઈને તેણે કહ્યું હતું કે સારા જીવનસાથીની શોધ કરી રહી છુ.

જયારે મને સારો જીવનસાથી મળી જશે ત્યારે હું તેની સાથે લગ્ન કરી લઈશ અને તેણે એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય પ્રભુની ભક્તિ કરવાનું બંધ નહિ કરે. જયા કિશોરીનું કહેવું છે કે પ્રેમ લગ્ન હંમેશા અરેન્જ કરતા સારા હોય છે. પ્રેમ લગ્નમાં તમે તેની સાથે જ લગ્ન કરો છો જેની સાથે તમે સુખી રહી શકો. તમે સારી રીતે એકબીજાને સમજતા હોવ.

કથાવાચિકા અને ભજનગાયિકા જયા કિશોરી માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ફેમસ છે. વર્ષ 1996માં જન્મેલી જયા લગભગ 9 વર્ષની ઉંમરથી જ આધ્યાત્મ સાથે જોડાયેલી છે, આમ તો તેનું નામ જયા શર્મા છે. પરંતુ તેમના પ્રશંસકો વચ્ચે જયા કિશોરીના નામથી જાણિતી છે. જયા કિશોરીજી લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ અને મોટિવેશનલ સ્પીચ માટે ચર્ચિત છે. તે જીવન સાથે જોડાયેલ અલગ અલગ વિષયો પર સમય-સમય પર સેમિનાર અને વેબિનાર દ્વારા તેમની વાત રાખે છે.

નાની ઉંમરથી જ સાધ્વી જયા કિશોરી ઘણી ચર્ચિત કથાવાયક રહી છે. તેઓ અસલી જીવન ઉપરાંત સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઇંગ ઘણી વધુ છે. તે કથાભાગવત સાથે તેના ભજનો માટે પણ ફેમસ છે. સાધ્વી જયા ભક્તિમાં લીન હોવાની સાથે સાથે ગ્રેજયુએટ પણ છે.

એક ઇન્ટરવ્યૂમાં જયા કિશોરીએ કહ્યું હતું કે, કથામાં વ્યસ્ત હોવાને કારણે તે વિકલાંગ લોકોની મદદ નથી કરી શકતી ના તો તેની સેવા કરી શકે છે. તેથી દાન દ્વારા તેની સેવા પહોંચાડવાની કોશિશ કરી રહી છે. આટલું જ નહીં કિશોરી તેની કમાણીનો મોટો હિસ્સો સામાજિક કામમાં પણ આપે છે.

તેની ઓફિશિયલ વેબસાઈટ આઈ એમ જયા કિશોરી ડોટ કોમના જણાવ્યા મુજબ, કિશોરીજી વૃક્ષારોપણ અને બેટી બચાવો બેટી ભણાવોમાં પણ યોગદાન આપે છે. કિશોરીજી સામાજિક કામમાં પણ વધુ રસ લે છે. તેથી તેને ઘણા સામાજિક કાર્યક્રમમાં પણ જોવામાં આવે છે. આ સાથે જ એ મોટિવેશનલ સ્પીકર સેમિનાર પણ કરે છે.

Patel Meet