ફરી પેપરાજી પર વરસી જયા બચ્ચન, ચિલ્લાઓ મત કહી કરાવી દીધા ચૂપ- થઇ ગઇ ટ્રોલ
જયા બચ્ચન અને તેનો ગુસ્સો હંમેશા લાઇમલાઇટમાં રહે છે, ખાસ કરીને પેપપાજી સાથે. જ્યારે પણ જયા પેપરાજી અથવા મીડિયા સાથે ટકરાઈ છે, તે ચોક્કસપણે તેમના પર ગુસ્સે થઈ છે. ત્યારે હાલમાં જ નાતી અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પણ આવું જ કંઇક થયું. ઝોયા અખ્તરની આ ફિલ્મથી અગસ્ત્ય બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મના પ્રીમિયરમાં જયા બચ્ચન ઉપરાંત અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા સહિત આખો બચ્ચન પરિવાર હાજર હતો. પરંતુ જ્યારે પોઝ આપવાની વાત આવી તો જયા ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ. જ્યારે ફોટોગ્રાફર્સે જયા બચ્ચનને પોઝ આપવાનું કહ્યું તો તેણે ગુસ્સામાં આવીને પોતાના કાન પર હાથ મૂકી દીધા. પછી તેણે ફોટોગ્રાફર્સને કહ્યું- બૂમો પાડશો નહીં… જો કે, જયા બચ્ચનનું આવું વલણ જોઈને યૂઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના પર ગુસ્સે થવા લાગ્યા.
ઘણા યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરીને કહ્યુ કે અમિતાભ બચ્ચન કેવી રીતે આને હેન્ડલ કરે છે. જ્યારે કેટલાકે કહ્યું કે જયા બચ્ચને હવે રિટાયર થઇ ઘરે બેસી જવું જોઈએ. વર્ષ 2019માં જ્યારે શ્વેતા અને અભિષેક બચ્ચન ‘કોફી વિથ કરણ’માં આવ્યા હતા, ત્યારે શ્વેતાએ કહ્યું હતું કે માતા claustrophobic છે એટલે જ્યારે લોકો તેની નજીક આવે છે ત્યારે તે હેન્ડલ નથી કરી શકતી.
જણાવી દઇએ કે, ‘ધ આર્ચીઝ’ના સ્ક્રીનિંગમાં જયા ટીના અંબાણી સાથે પહોચી હતી. આ દરમિયાન ઐશ્વર્યા પણ પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. જણાવી દઇએ કે, શાહરૂખની દીકરી સુહાના, બોની કપૂરની દીકરી ખુશી અને બીજા ઘણા સ્ટાર કિડ્સ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. શાહરૂખ, ગૌરી અને આખો પરિવાર પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં દીકરી સુહાનાને સપોર્ટ કરવા આવ્યો હતો. આ ઉપરાંત જાહ્નવી કપૂર પણ બહેન ખુશીને સપોર્ટ કરવા આવી હતી.
View this post on Instagram