મશહૂર હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબને મહિલાના વાળમાં થૂંકવું પડ્યુ ભારે, કેસ થયો દાખલ, એવી હાલત થઇ કે

ફેમસ હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ પોતાના એક વીડિયોના કારણે મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ એક મહિલાના વાળમાં થૂંકતો જોવા મળે છે. જાવેદ હબીબના આ કૃત્ય બાદ તેના મુઝફ્ફરનગરમાં કેસ નોંધવામાં આવ્યો છે. લેડી બ્યુટિશિયનની ફરિયાદ પર મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો એપિડેમિક એક્ટ સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. જાવેદ હબીબનો આ વીડિયો મુઝફ્ફરનગરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને તેના વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે.

આ દરમિયાન વાળ કાપતી વખતે તે કહે છે – ‘વાળ ગંદા છે, શેમ્પૂ ન લગાડવાથી ગંદા થાય છે, ધ્યાનથી સાંભળો અને જો પાણીની કમી ન હોય તો… આવું કહેતા જ તે સ્ટેજ પર જે મહિલાના વાળ કાપી રહ્યા છે તેના માથા પર થૂંકી દે છે. આ દરમિયાન તે કહે છે મારી પાસે જીવન છે.’ આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જોરથી તાળીઓ પાડે છે, જો કે જે મહિલાના વાળ કપાઈ રહ્યા છે તે થોડી અસહજ જોવા મળી. હવે આ મહિલાની પ્રતિક્રિયા પણ આવી છે, જાવેદ હબીબ જેના વાળમાં થૂંકે છે તે મહિલાનું નામ છે પૂજા ગુપ્તા.

ટ્વિટર પર સામે આવેલા મહિલાના વીડિયોમાં તે કહે છે- ‘મારું નામ પૂજા ગુપ્તા છે, વંશિકા નામનું મારુ બ્યુટી પાર્લર છે. હું બારૌતની રહેવાસી છું. ગઈકાલે હું જાવેદ હબીબ સરના સેમિનારમાં ગઇ હતી. તેમણે મને સ્ટેજ પર હેરકટ માટે બોલાવી હતી. તેમણે ગેરવર્તણૂક કરી હતી, તેમણે બતાવ્યું હતું કે જો પાણી ન હોય તો થૂંકથી પણ વાળ કપાવી શકો છો. હું શેરીના વાળ કાપવા વાળા જોડે વાળ કપાવી લઇશ પણ જાવેદ હબીબ સાથે તો નહિ જ કપાવું. વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર જાવેદ હબીબની આકરી ટીકા કરી રહ્યા છે. આ સાથે જ મહિલા આયોગે પણ આ મામલે જાવેદની મુશ્કેલીઓ વધારી દીધી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે ઉત્તર પ્રદેશ પોલીસને તે વીડિયોની સત્યતાની તપાસ કરવા જણાવ્યું છે જેમાં જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ મહિલાના વાળમાં થૂંકતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશ પોલીસને લખેલા પત્રમાં પંચે કહ્યું છે કે આયોગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તે ન માત્ર તેની સખત નિંદા કરે છે પરંતુ આમાં તાત્કાલિક હસ્તક્ષેપ પણ ઈચ્છે છે જેથી આ વાયરલ વીડિયોની સત્યતા તપાસી શકાય. મહિલા આયોગના મતે, આ ઘટના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોવિડ પરની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન છે અને આવી સ્થિતિમાં લોકોની વચ્ચે થૂંકવું એ પણ સજાપાત્ર ગુનો છે.

પંચે જાવેદ હબીબને સુનાવણી માટે નોટિસ પણ મોકલી છે. મામલો વધતો જોઈને જાવેદ હબીબે ગુરુવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર માફી માંગી હતી. તેણે કહ્યું- ‘મારા સેમિનારમાં કેટલાક શબ્દોથી કેટલાક લોકોને દુઃખ થયું છે. અમારા સેમિનાર વ્યાવસાયિક છે. આ લાંબા શો હોય છે. હું ફક્ત એક જ વાત કહું છું, મારા હૃદયથી, જો ખરેખર દુઃખ થયું હોય તો માફ કરશો.હું નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું. આ ઘટનાના વિરોધમાં ક્રાંતિ સેનાએ મુઝફ્ફરનગરમાં જાવેદ હબીબનું પૂતળું બાળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jawed Habib (@jh_hairexpert)

Shah Jina