ક્યુટ અભિનેત્રી જાસ્મીન ભસીન ઓવરસાઇઝ શર્ટ પહેરી નીકળી શોપિંગ કરવા, ટોન્ડ લેગ્સ કર્યા ફ્લોન્ટ

પેન્ટ પહેર્યા વિના જ નીકળી પડી ટીવીની સૌથી ક્યૂટ અભિનેત્રી? જુઓ PHOTOS

“બિગબોસ 14″નો ભાગ રહેલી જાસ્મીન ભસીન ઘણીવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ જાસ્મીનની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેનો કુલ અંદાજ જોવા મળી રહ્યો છે. જાસ્મીનને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જાસ્મીન શોપિંગ માટે નીકળી હતી તે દરમિયાનનો  તેનો લુક પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગયો હતો. જાસ્મીનના લુકની વાત કરીએ તો, તેણે ઓરેન્જ કલરનો ઓવરસાઇઝ શર્ટ પહેર્યો હતો અને આ સાથે તેણે વ્હાઇટ શોર્ટ્સ કેરી કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @jasminbhasinworld28

જો કે, આ શર્ટને કારણે તેના શોર્ટ્સ ઢંકાઇ ગયા હતા. અભિનેત્રી નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી. તેણે માસ્ક સ્લાઇડર્સ અને સનગ્લાસેસ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો. શોપિંગ પર નીકળેલી જાસ્મીન ભસીન રસ્તા પર તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. શોપિંગ મોલ બહાર તેણે બેગ થામી પોઝ પણ આપ્યા હતા. અભિનેત્રીની આ તસવીરો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે, જેને ચાહકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @jasminbhasinworld28

વર્કફ્રંટની વાત કરીએ તો, જાસ્મીન ભસીન હાલમાં જ રોહનપ્રીત સિંહ સાથે મ્યુઝિક વીડિયો પીને લગે હોમાં નજર આવી હતી. આ ઉપરાંત તે 2 ફોન, પાની દી ગલ જેવા અનેક ગીતોમાં જોવા મળી ચૂકી છે.  “બિગબોસ 14″નો ભાગ રહેલી જાસમીન ભસીને “દિલ સે દિલ તક” “ટશન એ ઇશ્ક” “ફિયર ફેક્ટર-ખતરો કે ખિલાડી” જેવા શોમાં કામ કર્યુ છે. જો કે, તેને સૌથી વધુ પોપ્યુલારિટી “બિગબોસ”માં આવ્યા બાદ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by @jasminbhasinworld28

અભિનેત્રી જાસમીન ભસીનને આજે કોઇ ઓળખની જરૂર નથી. એક દાયકાથી પણ નાના કરિયરમાં જાસમીન ભસીને ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તગડી ફેન ફોલોઇંગ છે. “બિગબોસ 14″માં જાસમીને તેના નેચરને કારણે દર્શકોનું દિલ જીત્યુ હતુ. ઘરમાં બધા સભ્યોમાં પણ વધારે લોકો વચ્ચે જાસમીન પસંદ કરવામાં આવી હતી. તેનું નાની નાની વાતોમાં ભાવુક થઇ જવુ અને કોઇની પણ તકલીફમાં પોતે પરેશાન થઇ જવું અને તેનો સ્વીટ તેમજ કાઇન્ડ નેચર શોમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @jasminbhasinworld28

જયાં “બિગબોસ 14″માં જાસમીને બધા ટાસ્કમાં તેનુ 100 ટકા પરફોર્મન્સ આપતી તેમ મ્યુઝિક વીડિયો અને ફોટોશૂટમાં પણ તે તેના કામને ખૂબ સારી રીતે નિભાવે છે.ઘણા ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા તેનું કેટલાક વર્ષ પહેલા જ અભિનય કરિયર શરૂ થઇ ગયુ હતુ. તેણે સાઉથ ફિલ્મોથી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તે વર્ષ 2011માં “વાનમ” ફિલ્મમાં જોવા મળી હતી. તે એક તમિલ ફિલ્મ હતી,આ ઉપરાંત તે કન્નડ ફિલ્મ “કરોડપતિ”, મલયાલમ ફિલ્મ “બી અવેર ઓફ ડોગ્સ” અને તેલુગુ ફિલ્મ “વેટા”માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by @jasminbhasinworld28

રિજિનલ સિનેમામાં કેટલીક જાહેરાતો કર્યા બાદ તેણે ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. અહીં તેને ઘણો બધો પ્રેમ અને શોહરત મળી. અભિનેત્રીએ વર્ષ 2016માં ટીવી ધારાવાહિક “ટશન એ ઇશ્ક”થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તેમાં તે ટ્વિંકલ તનેજાના રોલમાં જોવા મળી હતી. અહીંથી તેણે તેની જગ્યા લોકો વચ્ચે બનાવવાની શરૂ કરી દીધી હતી. જાસમીનની કુલ નેટ વર્થ 1.5 મિલિયન છે એટલે કે તેની પાસે લગભગ 11 કરોડની સંપત્તિ છે. અભિનેત્રીએ આ કમાણી મોડલિંગ, જાહેરાત અને અભિનયથી કરી છે.

Shah Jina