જાસ્મિન ભસીને ટૂંકા શોર્ટ્સ પહેરી કૂતરાને લઈને નીકળી ફરવા, લોકોએ કહ્યું પેન્ટ ક્યાં છે ?

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ પિંક હૂડી અને બ્લેક શોર્ટ્સમાં લગાવ્યો હોટનેસનો તડકો, લોકોએ કહ્યું પેન્ટ ક્યાં છે ?

બિગ બોસ 14 ફાઈનાલિસ્ટ એક્ટર અલી ગોની અને તેની લેડી લવ જાસ્મિન ભસીન થોડા મહિના પહેલા જમ્મુમાં હતા.

આ બ્યુટીફૂલ કપલે અલી ગોનીના પરિવાર સાથે ત્યાં જ ધામધૂમથી ઈદની ઉજવણી કરી હતી તેમજ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કર્યો હતો. જાસ્મિન ભસીને અલી ગોની તેમજ તેના પરિવાર સાથે ઈદ તો મનાવી જ પરંતુ BF તરફથી મળેલી ગિફ્ટથી ઉજવણીનો આનંદ ડબલ થઈ ગયો હતો.

એ સમયે અભિનેત્રી જાસ્મિન ભસીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેને મળેલી મોંઘીદાટ ગિફ્ટનો વીડિયો શેર કર્યો હતો જેમાં અનબોક્સ કરતી જોવા મળી હતી. બોયફ્રેન્ડે જાસ્મિન ભસીનને કસ્ટમ-મેડ Cristian Diorની હેન્ડબેગ આપી હતી.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરીને જાસ્મિને ગિફ્ટ માટે અલીનો આભાર પણ માન્યો હતો. તમને જણાવવી દઈએ કે ટીવી શો ‘દિલ સે દિલ તક’ની એક્ટ્રેસ અને અલી ઘણા વર્ષોથી ક્લોઝ મિત્રો હતા

પરંતુ બિગ બોસ 14ના ઘરમાં થોડા મહિના બંધ રહ્યા બાદ બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. બંને એ ટીવી શોમાં જ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને હવે તેઓ રિલેશનશિપના એવા તબક્કામાં છે જ્યાં ગમે ત્યારે લગ્ન પણ કરી શકે છે.

‘બિગબોસ 14’ માં લોકોને જાસમીન ભસીનની રમતિયાળ અંદાજ પસંદ આવી હતી. જાસમીન ઘરની બહાર આવ્યા પછી પણ ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળે છે. બંનેની જોડી ચાહકોને પણ ખૂબ ગમે છે, પરંતુ આ વખતે જાસમીન ભસીન અલી ગોની સાથે નહીં પરંતુ તેના નવા જીવનસાથી સાથે જોવા મળી.

જાસમીન ભસીનનો આ નવો સાથી બીજો કોઈ નહીં પણ તેનો નવો કૂતરો છે. તેણે સફેદ રંગનો કૂતરો ઉછેર્યો છે. આ સાથે તે ગત  સાંજે જુહુ વિસ્તારમાં જોવામળી હતી. આ સમય દરમિયાન, તેણે લાલ સ્વેટ શર્ટ પહેર્યો હતો.

અભિનેત્રીએ કાળા રંગનું નાનું શોર્ટ્સ પહેર્યું છે. તેનો શોર્ટ્સ એટલો ટૂંકો હતો કે તે તસવીરમાં દેખાઈ શકતો પણ નથી. જાણે કે જાસમીન ભસીન શર્ટ નીચે કઈ પહેર્યું જ ના હોય.

આવી સ્થિતિમાં લોકો હવે જાસમીન ભસીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ ફોટા પર ટિપ્પણી કરી અને પૂછ્યું, ‘તમે દીદી પેન્ટ કેમ નથી પહેર્યું?’

તે જ સમયે એકે લખ્યું, ‘લાગે છે કે દીદી પેન્ટ નીચે પહેરવાનું ભૂલી ગઈ હશે.’ જાસમીન પહેલા પણ ઘણી વાર ટ્રોલ થઈ ચૂકી છે. યાદ કરો કે જ્યારે તે બિગ બોસના ઘરની બહાર આવી ત્યારે શટરબગ્સે તેને શોધી કાઢી હતી. અને તે દરમિયાન તેની ડ્રેસમાં પ્રાઇસ ટેગ લટકાવવામાં આવ્યું હતું. તે સમયે પણ અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

આ દરમિયાન, જાસમીન ભસીને ગરીબ બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી હતી અને તેમની સાથે તસવીરો પણ લીધી હતી. તેથી જ કેટલાક લોકો જાસમીનની પ્રશંસા પણ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે તે જમીન સાથે જોડાયેલ છે.

જણાવી દઈએ કે, ‘બિગ બોસ’માંથી બહાર આવ્યા બાદ જાસમીન ભસીન બે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. બંને મ્યુઝિક વીડિયોમાં તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળી હતી. ‘સુટ બડા ટાઈટ’ અને ‘તુ ભી સતાયા જાયેગા’ બંને હિટ હતી.

જોકે જાસમીન ભસીન અને અલી ગોનીને કોરોનાનો થોડા દિવસો પહેલા ચેપ લાગ્યો હતો. બંનેએ સારું થયા પછી આ વાતની જાણ કરી હતી.

Patel Meet