સિદ્ધાર્થ શુક્લાની મોતથી સદમામાં હતી આ મોટી અભિનેત્રી, હોસ્પિટલમાં દાખલ થવું પડેલું

હે ભગવાન..સિદ્ધાર્થ શુક્લાની મોતથી આ મોટી અભિનેત્રીને લાગ્યો હતો ઝટકો, હોસ્પિટલમાં દાખલ- જુઓ PHOTOS

બિગબોસ એક્સ કંટેસ્ટેંટ જસલીન મથારૂ તે સેલેબ્સમાંથી એક હતી, જે દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અભિનેતાના ઘરે દિલ ચકનાચૂર થઇ જાય તેવા માહોલનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીની આ અપડેટ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ.

બિગ boss વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાનને લીધે જ્યાં તેની પ્રેમિકા શહેઝના ગિલ, આખું ફેમિલી તથા ફેન્સની સ્થિતિ ખરાબ છે. દરેક વ્યક્તિ માટે તે સત્ય સ્વીકારવું મુશ્કેલ છે કે તેમનો ગમતો વ્યક્તિ હવે આ દુનિયામાં રહ્યો નથી.

બિગ બોસ 12મા જોવા મળેલી એક્ટ્રેસ-સિંગર જસલીન મથારૂ પણ સિદ્ધાર્થ શુક્લાના નિધનથી એટલી દુઃખી થઈ છે કે તે બીમાર પડી ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. આ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર દોઢ મિનિટનો વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

વીડિયોમાં તે કહી રહી છે કે ‘અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું જે દિવસે નિધન થયું હતું અને તે દિવસે હું તેના ઘરે ગઈ હતી. એક તો તે આ ન્યુઝ સાંભળીને અને તેના ઘરે જે પ્રકારનું વાતાવરણ હતું, શહેનાઝને મળીને, આંટીને મળીને જ્યારે હું ઘરે આવે ત્યારે મને પણ કેટલાક મેસેજ આવ્યા હતા કે ‘તું પણ મરી જા’.

પહેલી વખત મારા જીવનમાં પહેલીવાર એવું થયું છે કે હું આટલી ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ હોઉ. મને એવુ લાગ્યું કે જીવન કેટલું અનિશ્ચિત છે. કેટલું અજીબ છે, ખબર નહીં મને શું થઈ ગયું’.

જસલીનનો આ વીડિયો જોઇ કેટલાક યુઝર્સે તેની મજાક ઉડાવી. આ દરમિયાન એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, તુ પણ મરી જા. આ ટ્રોલ્સ અને સિદ્ધાર્થના ઘરનો માહોલ જોયા બાદ અભિનેત્રીને તાવ આવી ગયો અને બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

જસલીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને તેણે પોતે શૂટ કર્યો છે. વીડિયોમાં તે જણાવે છે કે તે હોસ્પિટલમાં દાખલ છે. આ પોસ્ટ પર તેણે કેપ્શનમાં તે જલ્દી ઠીક થઇ જશે તેવું પણ લખ્યુ છે. આ વચ્ચે તેણે તેના પ્રશંસકોને ધ્યાન રાખવા માટે આગ્રહ કર્યો છે. જસલીને લખ્યુ છે કે, જલ્દી જ ઠીક થઇ જઇશ. પોતાનું ધ્યાન આપો. વીડિયોમાં તે જણાવી રહી છે કે, તેને 103 ડિગ્રી તાવ હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

જસલીને આ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યુ હતુ કે, શહેનાઝના ચહેરા પર એક ખાલીપન હતુ. મને નથી લાગતુ કે તે આ વાતથી અવગત હતી કે આસપાસ શું થઇ રહ્યુ છે. તે ખોવાયેલી લાગી રહી હતી. જેવી હું તેના પાસે ગઇ, મને યાદ છે કે તેણે મને પાસે બેસવા કહ્યુ. શહેનાઝ પૂરી રીતે થાકેલી લાગી રહી હતી અને ભાવનાત્મક રૂપથી કમજોર પણ જોવા મળી રહી હતી.

બિગ બોસ-12ની સ્પર્ધક અને અભિનેત્રી જસલીન મથારુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે અગાઉ પણ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. થોડાક મહિનાઓ પહેલા અભિનેત્રી જસલીને ઇન્સ્ટાગ્રામ પર 2 તસ્વીર શેર કરી હતી જેમાં જસલીન દુલ્હન તરીકે નજરે આવે છે. જયારે અનુપ દુલ્હા તરીકે જોવા મળે છે. આ તસ્વીરમાં જસલીને અનુપને ટેગ કર્યો છે. પરંતુ કેપ્સન આપ્યું નથી.

આ તસ્વીર જોઈને લાગે છે કે આ ઘરમાં જ ક્લિક કરવામાં આવી છે. આ તસ્વીરથી ખબર નથી પડતી કે, શું જસલીનએ અનુપ જલોટા સાથે લગ્ન કર્યા છે કે નથી. પરંતુ સોશિયલ મીડિયામાં  આ તસ્વીર શેર કર્યા બાદ આ ખબર વાયરલ થઇ રહી છે. અભિનેત્રીએ આ તસ્વીર શેર કરતા કોઈ કેપ્સન આપ્યું નથી. ફક્ત ફાયર વાળા ઈમોજી જ આપ્યા છે.

જસલીન અને અનુપની તસ્વીર જોયા બાદ એક યુઝર સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સાચે જ છોકરાઓ મહેનત કરો અને પૈસા કમાવો તો જ આવું ફળ મળશે. આજે પૈસા જ બધું છે. શકલ અને ઉંમર કોઈ નથી જોતું. જણાવી દઈએ કે,

જસલીન અને અનુપ જલોટાની આ તસ્વીર તેની આગામી ફિલ્મ ‘વો મેરી સ્ટુડન્ટ હૈ’ ના સેટની છે. આ ફિલ્મનું નિર્દેશન જસલીનના પિતા કેસર મથારુ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા ખુદ જસલીને એક પોસ્ટર શેર કરીને જાણકારી આપી હતી. તેને કેપ્સનમાં લખ્યું હતું કે, હાય ફાઈનલી કામ શરૂ. અનુપ જલોટા સાથે મારી આગામી ફિલ્મ ‘વો મેરી સ્ટુડન્ટ હૈ’નું શૂટિંગ.

લગભગ 5 મહિના પહેલા જસલીનએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે લાલ ચૂડલો અને સિંદૂર લગાડેલી નજરે આવી હતી. બાદમાં લોકો કહી રહ્યા હતા કે અનુપ જલોટા સાથે લગ્ન કરી લીધા છે પરંતુ ખુદ અનુપ જલોટાએ આ વાતનું ખંડન કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં જલોટાએ કહ્યું હતું કે, ફરી અફવાહ. જસલીન સાથેના મારા લગ્નની ખબર આવી છે. હું અને તેના પિતા તેના માટે સારો યુવક શોધી રહ્યા છે. મેં તેને કેનેડામાં રહેતો એક પંજાબી યુવાન દેખાડ્યો હતો, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું.

તે મારી દીકરી જેવી છે હું તેનું કન્યાદાન કરીશ. મેં બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ આ વાત કહી હતી અને તે વાત પર હું કાયમ છું.

Shah Jina