ખૂબ જ ટૂંકો ટૂંકો ડ્રેસ પહેરી ડિનર કરવા પહોંચી જાહ્નવી કપૂર, યુઝર્સ બોલવા લાગ્યા આટલો હોટ ડ્રેસ તો અમે પહેલી વાર જોયો

બોલિવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડકી પુત્રી જાહ્નવી કપૂર ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ફિલ્મોની સાથે સાથે જાહ્નવી કપૂર તેની સ્ટાઇલિશ સ્ટાઈલને કારણે સતત ચર્ચામાં રહે છે.જાહ્નવી કપૂરનું નામ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર કિડ્સમાં સામેલ થઈ ગયું છે. જાહ્નવીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે. જાહ્નવી કપૂર પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જાહ્નવીના ફેન્સની યાદી પણ ઘણી લાંબી છે, જ્યારે અભિનેત્રી પોતાના વિશે ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. અવાર નવાર જાહ્નવીને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે.ગઈકાલે રાત્રે જાહ્નવી કપૂર તેના કેટલાક મિત્રો સાથે મુંબઈના એક ફૂડ આઉટલેટ પર ડિનર કરવા આવી હતી. અહીં કારમાંથી ઉતર્યા બાદ જાહ્નવી કપૂર સીધી રેસ્ટોરન્ટમાં ગઈ હતી. આ દરમિયાનની જાહ્નવીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYHOLLYPOINT (@bollyhollypoint)

એક વીડિયોમાં જાહ્નવી કપૂરની સ્ટાઈલ અને તેનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ડિનર માટે જાહ્નવીએ સુંદર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જ્યાં ચાહકો જાહ્નવીની સ્ટાઇલિશ સ્ટાઇલના વખાણ કરતાં થાકતા નથી. ત્યાં, ટ્રોલર્સોએ તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યુ, ‘નાઈટી પહેરીને આવી છે શું ?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકોની ડ્રેસિંગ સેન્સ સમજાતી નથી.’ આ વર્ષ જાહ્નવી કપૂર માટે ખૂબ જ ખાસ છે. હાલમાં જાહ્નવી પાસે ઘણી મોટી ફિલ્મો છે.

 

View this post on Instagram

 

A post shared by Janvhi Kapoor (@janhvi_kapoor44)

તે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે. આ સિવાય તે ગુડ લક જેરી, બોમ્બે ગર્લ અને બાવલામાં જોવા મળશે. આ સિવાય તેની પાસે કરણ જોહરની ફિલ્મ તખ્ત પણ છે. આ ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. બાદમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે કરણની આ ફિલ્મ શેલ્ફ પર ચાલી ગઈ છે. ગયા વર્ષે કરણે ખુલાસો કર્યો હતો કે ફિલ્મ હજી બંધ થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

શ્રીદેવીની લાડલી જાહ્નવી અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

Shah Jina