કરોડોના હેલિકોપ્ટર અને કરોડોની ગાડીથી ગામડે પહોંચી જાહ્નવી કપૂર, જેણે જોયું ધન્ય થઇ ગયા
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર નવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર તે તેના જીમ લુકને લઇને તો ઘણીવાર તે તેના ફોટોશૂટને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે રાજસ્થાનના જાલોર જિલ્લાના એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થઈ હતી. જાહ્નવી કપૂર લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે હેલિકોપ્ટર દ્વારા જાલોર પહોંચી હતી. ત્યાંથી જાહ્નવી કપૂર સાયલા વિસ્તારના મેંગલવા ગામ ગઈ હતી. ત્યાં તેણે મુંબઈમાં ઈલેક્ટ્રોનિક સામાનનો વ્યવસાય કરતા ઉદ્યોગપતિ પારસમલ સાવલચંદ જૈનના પરિવારમાં દીકરીના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લોકોને જાહ્નવી કપૂરના ત્યાં આવવાની જાણ થતાં જ ત્યાં ભીડ ઉમટી પડી હતી.
જાહ્નવી કપૂર ત્યાં થોડો સમય રોકાઇ હતી અને જે બાદ તે પરત ફરી હતી. આવી સ્થિતિમાં તેના ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. તે ફેબ્રુઆરી મહિનાની 12-13 તારીખના રોજ બપોરે હેલિકોપ્ટર દ્વારા જાલોર સ્ટેડિયમમાં ઉતરી હતી. ત્યાંથી તે રોડ માર્ગે લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી. તેણે ત્યાં કન્યાને શુભકામના પાઠવી હતી. બીજી તરફ જાહ્નવી કપૂરના આવ્યાની જાણ થતા જ જાલોરના સ્ટેડિયમમાં ભારે ભીડ એકઠી થઈ હતી. જાહ્નવી કપૂર સાથે ફોટો પડાવવા માટે ચાહકો ઉમટી પડ્યા હતા.
જાહ્નવીના લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેના સ્ટેજ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અભિનેત્રીના જાલોરમાં આગમન સમયે તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાહ્નવી કપૂરે તેના રાજસ્થાન પ્રવાસ દરમિયાન મીડિયાથી પોતાનું અંતર રાખ્યું હતું. મેંગલવા ગામમાં લગભગ 20-25 મિનિટ રોકાયા બાદ જાહ્નવી કપૂર ત્યાંથી રોડ માર્ગે જાલોર પહોંચી અને હેલિકોપ્ટરથી રવાના થઈ.
સાયલા સબડિવિઝન વિસ્તારના મેંગલવામાં ઇલેક્ટ્રિક બિઝનેસમેન પારસમલ સાવલચંદ જૈનના પરિવારમાં લગ્ન હતા. મંગલવા ખાતે રહેતા પારસમલ જૈનના ભાઈની દીકરીના લગ્ન હતા. પારસમલ ફાઈબ્રોસ એ કુંદન ગ્રુપની કંપની છે જે વિદ્યુત સામગ્રીનું ઉત્પાદન કરે છે. દિલ્હીમાં રહેવાના કારણે પરિવાર જાહ્નવી કપૂરથી પરિચિત છે.
જેના કારણે તે લગ્નમાં હાજરી આપવા આવી હતી.બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર જાલોર લગ્નમાં આવ્યાના 10 મહિના પહેલા પણ રાજસ્થાન આવી હતી. જાહ્નવી એક એડ ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પિચોલા તળાવમાં બોટિંગની મજા માણી હતી.
તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ પણ ઉદયપુરમાં જ થયું હતું. આ પછી જાહ્નવીએ ઉદયપુરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. જાહ્નવી કપૂરની જાલોર ટૂર દરમિયાન તેના સ્ટાફના માત્ર બે-ત્રણ લોકો જ તેની સાથે હતા. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે જાહ્નવી કપૂરના ચાહકો તેને મળી શક્યા ન હતા.