જાહ્નવી કપૂરે સિલ્વર સાડીમાં ફિલ્મ “રૂહી”ને કરા પ્રમોટ, સિઝલિંગ લુક જોઇ ખૂબસુરતીના કાયલ થયા ફેન્સ
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીનો રોજ એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. જાહ્નવી કપૂર હાલમાં જ ફિલ્મના પ્રમોશનને લઇ દિલ્હી પહોંચી હતી.
પ્રમોશન દરમિયાન જાહ્નવી સાડીમાં જોવા મળી હતી. સાડીમાં જાહ્નવી ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી અને તેની આ ખૂબસુરતી જોઇ ચાહકો તો તેના પર ફિદા થઇ ગયા હતા.
જાહ્નવી આ દરમિયાન ઓફ વ્હાઇટ કલરની સિંપલ સાડીમાં જોવા મળી હતી. સાડીમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જાહ્નવીનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.
જાહ્નવી કપૂરે મનીષ મલ્હોત્રાની શિફોન સાડી પહેરી હતી. તેને જોઇને લોકોની આંખો તેના પર અટકી ગઇ હતી.
જાહ્નવી કપૂર “રૂહી”ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. હાર્દિક મહેતાાની આ હોરર કોમેડી 11 માર્ચે રીલિઝ થવાની છે. એવામાં ફિલ્મ પહેલા જાહ્નવી તેના કો-સ્ટાર વરૂણ શર્મા સાથે પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી.
જાહ્નવી અને વરૂણ દિલ્હીના કનોટ પ્લેસમાં સ્પોટ થયા જયાં તેમણે ફિલ્મ વિશે વાત કરી અને બંને સ્ટાર્સ ઘણા મસ્તીના મૂડમાં પણ જોવા મળ્યા હતા. દિલ્હીનું દિલ કહેવાતા કનોટ પ્લેસના રસ્તા પર વરૂણ શર્માએ ઘણા પોઝ આપ્યા હતા.
વરૂણ જ નહિ પરંતુ જાહ્નવી પણ આ દરમિયાન અલગ જ મૂડમાં જોવા મળી હતી. આમ તો જાહ્નવી મીડિયા સાથે ખાસ ફ્રેંડલી નથી જોવા મળતી પરંતુ આ વખતે તેણે ફિલ્મના પ્રમોશનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
“રૂહી”ના પ્રમોશન દરમિયાન વરૂણ અને જાહ્નવીએ મીડિયાના સવાલોના જવાબ આપ્યા અને ફિલ્મનું ગીત “પનઘટ” પર પરફોર્મ પણ કર્યું.
11 માર્ચે રીલિઝ થનાર ફિલ્મ “રૂહી” ને લઇને સ્ટાર્સ ઘણા ઉત્સાહિત છે. ફિલ્મમાં જાહ્નવી સાથે સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ જોવા મળશે.
આ ફિલ્મના બે ગીત અને ટ્રેલર રીલિઝ થઇ ચૂકયા છે જેને ખૂબ જ જબરદસ્ત અને પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે.
જાહ્નવીએ ફિલ્મ “ધડક” સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન તો ન કરી શકી પરંતુ તે બંનેની જોડીને ઘણી પ્રશંસા મળી હતી.
View this post on Instagram
જાહ્નવીની તે બાદ ફિલ્મ “ગુંજન સક્સેના” આવી જેમાં તે લીડ રોલમાં હતી. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઇ હતી.