ઘૂંટણિયે ચાલીને તિરુપતિ મંદિરની સીડીઓ ચડતી જોવા મળી જાહ્નવી કપૂર, રૂમર્ડ BF શિખર પણ જોવા મળ્યો સાથે- ઓરીએ શેર કર્યો વીડિયો

ઘૂંટણિયે તિરુપતિ મંદિરની સીડીઓ ચઢતી જોવા મળી જાહ્નવી કપૂર, આ રૂપ જોઇ ચાહકો હેરાન – જુઓ નીચે કોમેન્ટમાં

ફેમસ એક્ટ્રેસ જાહ્નવી કપૂર જેટલી ગ્લેમરસ છે, એટલી જ આધ્યાત્મ સાથે પણ જોડાયેલી છે. તે બોલિવુડ પાર્ટીઓ પણ અટેન્ડ કરે છે અને તિરુપતિ મંદિરમાં એકદમ સાદગી ભરેલા અંદાજમાં પણ નજર આવે છે. તેનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણી એટલે કે ઓરીએ યૂટયૂબ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં જાહ્નવી કપૂર ઘૂંટણિયે તિરુપતિ મંદિરની સીડીઓ ચઢતી જોવા મળી રહી છે. આ એક પરંપરા છે, જાહ્નવી આ મંદિર સાથે પોતાના આધ્યાત્મિક કનેક્શનને કારણે તેનું પાલન કરે છે. જાહ્નવી સાથે આ દરમિયાન તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને ઓરી પણ જોવા મળી રહ્યો છે.

6 માર્ચે ધડક ગર્લ 27 વર્ષની થઇ અને આ અવસરનો જશ્ન મનાવવા માટે જાહ્નવી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને મિત્ર ઓરી સાથે તિરુમાલા મંદિર પહોંચી. ઓરીએ આ દરમિયાનનો એક વ્લોગ યૂટયૂબ પર શેર કર્યો છે, જેમાં જાહ્નવી ઘૂંટણિયે તિરુપતિ મંદિરની સીડીઓ ચઢતી જોવા મળી રહી છે. જાહ્નવી લગભગ 50 વખત અને શિખર 9 વખત આ મંદિર આવી ચૂક્યો છે.

આ મંદિર સાથેના કનેક્શન અંગે જાહ્નવીએ કહ્યું, ‘મારું પવિત્ર મંદિર સાથે આધ્યાત્મિક જોડાણ છે અને લગભગ 50 વખત ધામ યાત્રા કરી ચૂકી છું. ભગવાન બાલાજી સાથે મારી પ્રાર્થના પૂર્ણ કરવા માટે હું મારા ઘૂંટણ પર સીડી ચઢી.’ આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિર પ્રત્યે હિન્દુઓમાં ખૂબ માન છે.

આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના હિલ ટાઉન તિરુમાલામાં સ્થિત આ મંદિરમાં લાખો ભક્તો આવે છે. આ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે, જે માનવજાતને કલિયુગની કસોટીઓ અને વિપત્તિઓમાંથી બચાવવા માટે પૃથ્વી પર પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. શ્રીદેવીની જેમ જાહ્નવીને પણ આ મંદિરમાં પૂરી શ્રદ્ધા છે.

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘દેવરા’માં જોવા મળશે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ તેનું ડેબ્યુ હશે. અભિનેત્રી પાસે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પણ છે. બીજી તરફ જાહ્નવી રામ ચરણની આગામી તેલુગુ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે.

Shah Jina