જામનગરના જાણીતા ડોક્ટર વહેલી સવારે મોર્નિંગ વૉક કરવા માટે નીકળ્યા અને રસ્તામાં જ મળ્યું મોત, તબીબ જગતમાં છવાયો શોકનો માહોલ..

હાર્ટ એટેકથી સાચવજો બાપા, સવારે ચાલવા નીકળેલ ફેમસ ડોક્ટરને જ આવ્યો હાર્ટ એટેક, આર્ટિકલમાં જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે, તો ઘણા લોકોએ આપઘાત કરીને પણ પોતાના જીવન ટૂંકાવી દીધા છે, પરંતુ હાર્ટ એટેકના કારણે પણ કેટલાય લોકોના નિધન થઇ ગયા છે અને તે ચિંતાનો વિષય પણ બન્યો છે. છેલ્લા થોડા જ દિવસોમાં ઘણા લોકોના ક્રિકેટ, ફૂટબોલ કે બેડમિન્ટન રમતા કે પછી જિમમાં કસરત કરવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી મોત થવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.

ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જામનગર શહેરના જાણીતા એવા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. સંજીવ ચગ સવારે જોગર્સ પાર્ક ખાતે પોતાના ઘરેથી વૉક કરવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક જ વૉક કરતા કરતા તેઓ ઢળી પડ્યા હતા. જેના અબ્દ કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું નિધન થયું હતું.

ડો. સંજીવ ચગના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો મહિલા ફરી વળ્યો હતો. કારણ કે ડો. સંજીવ એકદમ સ્વસ્થ હતા તેમને કોઈ બીમારી પણ નહોતું અને ટેશન વગરની જિંદગી તેઓ જીવતા હતા. આવા સ્વસ્થ્ય વ્યક્તિનું અકાળે નિધન થવાના કારણે તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ડો. સંજીવ ચગ પોતાના નિવાસસ્થાન લાભ એપાર્ટમેન્ટથી નીકળી જોગર્સ પાર્ક ખાતે સવારે 7.30 કલાકે વૉક કરવા નીકળ્યા હતા.

આ દરમિયાન જ તેઓ ઢળી પડતા આસપાસનાના લોકોએ તેમનું સ્થળ પર જ પમ્પીંગ પણ કર્યું થયુ. તો 108ને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી જેમાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને અડધો કલાક સુધી પમ્પીંગ જેવી સારવાર આપી હતી તે છતાં પણ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ડો.સંજીવ ચગની ઉંમર 57 વર્ષની હતી અને આ ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ અને ટેંશન વગરનું જીવન જીવતા હતા.

Niraj Patel