જામનગર : લો બોલો ! 63 વર્ષે આ દાદાને તો ફૂટી જવાની, ઈન્સ્ટાગ્રામ પર પૌત્રીની ઉંમરની છોકરીઓ સાથે આવા ગંદા કામ કરતો

જામનગરમાં 63 વર્ષીય આધેડ કોલેજીયન યુવતીના અશ્લીલ ફોટો માંગતો અને યુવતીઓ મોકલતી પણ ખરા…આખી સ્ટોરી વાંચીને મગજ ચકરાઈ જશે

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ કે યુવતિઓ સાથે છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જામનગરમાંથી બ્લેકમેઇલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં સાઇબર ક્રાઇમ પોલીસે એક એવા વૃદ્ધને પકડી પાડ્યો છે જે તેની પૌત્રીની ઉંમરની યુવતીઓને ઈન્સ્ટાગ્રામ મારફતે ચેટિંગથી ફસાવી તેને બ્લેકમેઇલ કરતો હતો.

આ વૃદ્ધની ઉંમર 63 વર્ષ છે. તે જામનગરના જામજોધપુર પંથકમાં રહે છે. તે ઇન્સ્ટાગ્રામ મારકતે પૌત્રીની ઉંમરની કોલેજીયન યુવતીઓને કપડા વગર કોલિંગ કરાવી બ્લેકમેલિંગ કરતો હતો. આ મામલે તેના વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.

ત્યારે જામજોધપુરના સીદસર ગામમાં રહેતા રસિકલાલ વડાલીયા નામના વૃદ્ધને પકડી પાડ્યો હતો. આરોપીનો ફોન તપાસતા ત્રણથી ચાર યુવતીઓના ગંદા ફોટા અને વીડિયો પણ મળી આવ્યા હતા. હાલ તો તેનો મોબાઈલ ફોન કબ્જે કરી લેવામાં આવ્યો છે અને તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મનગરની જામજોધપુર અને કાલાવડ પંથકની ત્રણ યુવતીઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર કપડા વગરના ફોટા અને ફ્રેન્ડ રિક્વેસ્ટના આધારે બ્લેકમેલિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે રસિકલાલની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. રિમાન્ડની મુદત પૂરી થયા બાદ તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આ વૃદ્ધે 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ પોતાના મોબાઈલ ફોનમાં જુદા જુદા પ્લેટફોર્મ પર તે જુદી જુદી યુવતીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ કઈ રીતે મોકલવી અને પછી ઓડિયો વીડિયો કોલિંગ કેવી રીતે કરવું અને અંગત ફોટાઓ કેવી રીતે મેળવવા તે શીખ્યો હતો. તે વૃદ્ધ હોવાના કારણે બીજા અન્ય યુવાનના કપડા વગરના ફોટા મેળવી તે ફોટા મોકલી પોતે યુવાન છે તેમ ઓળખ આપતો હતો.

આરોપી રસીકલાલે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું અને તેના દ્વારા જ તે યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કેળવતો અને પછી ગમેતેમ કરી ગંદા ફોટો અને વીડિયો મેળવી પોતાના મોબાઈલમાં સેવ કરી લેતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કોઇ યુવતી મિત્રતા તોડવાની વાત કરે તો આરોપી યુવતીના જે ફોટો વીડિયો સેવ કર્યા હોય તે મોકલી બ્લેકમેઈલ કરતો. આરોપી યુવતિના અંગત ફોટા સગા સંબંધીઓમાં વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો. આ અંગે સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી અને વોચ ગોઠવી પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યા હતા.આ દરમિયાન આરોપીનું લોકેશન મળ્યુ અને તેને ઝડપી લેવામાં આવ્યો.

Shah Jina