નશામાં ધૂત આ ક્રિકેટરે યૂઝવેન્દ્ર ચહલના મોઢે પટ્ટી બાંધીને કર્યું હતું તેનું શોષણ, હવે કરવામાં આવશે તપાસ, નામ જાણીને ધ્રાસ્કો લાગશે

યુઝવેન્દ્ર ચહલ પર 2013માં બેંગલુરુમાં IPL મેચ પછી શારરિક હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક શરાબી ખેલાડીએ તેને હોટેલના 15મા માળેથી લટકાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં RCB પોડકાસ્ટમાં ચહલે 2011ની એક ઘટનાને યાદ કરી જ્યારે તેની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સાથી જેમ્સ ફ્રેન્કલિન અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે તે વર્ષની ચેમ્પિયન્સ લીગની ફાઈનલ પછી ટેપ વડે તેનું મોં બંધ કરી દીધું હતું.

ચહલે કહ્યું, ‘આ 2011ની ઘટના છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ચેમ્પિયન્સ લીગ જીતી હતી. અમે ચેન્નાઈમાં હતા. તેણે (સાયમન્ડ્સ) ખૂબ ‘ફ્રૂટ જ્યુસ’ પીધું. તેણે અને જેમ્સ ફ્રેન્કલીને મારા હાથ-પગ બાંધી દીધા હતા અને કહ્યું હતું કે હવે તું ખોલીને બતાવ. તે એટલો નશામાં હતો કે તેણે મારા મોઢા ઉપર ટેપ લગાવી દીધી અને પાર્ટી દરમિયાન તે સંપૂર્ણપણે ભૂલી ગયો.

ચહલે કહ્યું, ‘તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સવારે કોઈ રૂમ સાફ કરવા આવ્યો અને તેણે મને જોયો. તેણે બીજા કેટલાક લોકોને બોલાવ્યા અને મને મુક્ત કરવામાં આવ્યો. ESPNcricinfo અનુસાર, ડરહામે એક નિવેદનમાં કહ્યું, “અમને 2011ની એક ઘટના વિશે જાણવા મળ્યું છે જેમાં અમારા કોચિંગ સ્ટાફના એક સભ્યનું નામ આપવામાં આવ્યું છે. અમારા કર્મચારીઓને લગતી કોઈપણ સમસ્યાઓના કિસ્સામાં, ક્લબ તથ્યોની ખાતરી કરવા માટે સંબંધિત પક્ષકારો સાથે વ્યક્તિગત રીતે વાત કરશે.

ફ્રેન્કલિન 2011થી 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તેને 2019ની શરૂઆતમાં ઇંગ્લિશ કાઉન્ટી ટીમ ડરહામના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ફ્રેન્કલિનનું પૂરું નામ જેમ્સ એડવર્ડ ચાર્લ્સ ફ્રેન્કલિન છે. 7 નવેમ્બર 1980ના રોજ વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડમાં જન્મેલા આ ક્રિકેટર ડાબા હાથનો મધ્યમ ઝડપી બોલર હતો, જેણે બોલ સ્વિંગમાં નિપુણતા મેળવી હતી.

બોલની સાથે તે પાવર હિટિંગ માટે પણ જાણીતો હતો. બેટ્સમેન તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફ્રેન્કલીને 2004માં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર તે માત્ર બીજો કિવી ખેલાડી છે. જો ડરહામની વાત માનવામાં આવે તો તે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાથે ફ્રેન્કલિન પર લગાવવામાં આવેલા ઉત્પીડનના આરોપો વિશે વાત કરશે.

Niraj Patel