માનવતા થઇ શર્મસાર: એક બાપની લાચારી,દીકરીને કોઈ કાંધો આપવા ના આવ્યું, લાચાર પિતા ખભે નાખીને સ્મશાન લઈને ગયો, જુઓ વીડિયો

કોરોનાએ માણસના ક્ષણી ચહેરાઓ બતાવી દીધા છે, ઠેર ઠેરથી માનવતાને શર્મસાર કરતી ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાપ પોતાની દીકરાના મૃતદેહને ખભા ઉપર લાદીને સ્મશાનમાં લઇ જઈ રહ્યો છે.

આ ઘટના બની છે પંજાબના જાલંધરમાં જ્યાં એક ગરીબ મજુરની 11 વર્ષની દીકરીનું નિધન થઇ ગયું. તેનામાં કોરોના જેવા લક્ષણ હોવાના કારણે તેની અર્થીને કોઈ કાંધ આપવા માટે પણ તૈયાર નહોતું. બધાએ ના પડી દીધી. મજબુર પિતાએ દીકરીના મૃતદેહને ખભે નાખ્યો અને સ્મશાનમાં લઇ જઈને અંતિમ સંસ્કાર કર્યા.

આ ઘટના 10 મેની છે. જેનો વીડિયો શનિવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોની અંદર જાલંધરના રામનગરમાં લાચાર વ્યક્તિ પોતાના ખભા ઉપર એક શબને લઈને જતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિની સાથે એક બાળક પણ દેખાઈ રહ્યો છે. જે વારંવાર લાશ ઉપરથી પડી જતા કપડાને ઉઠાવીને લાશ ઉપર ઢાંકતો દેખાય છે.

34 સેકેન્ડના આ વીડિયોએ પ્રશાસનની પોલ ખોલીને રાખી દીધી છે. આ ઘટના વિશે જણાવતા દિલીપ કહે છે કે, “અમૃતસરની ગુરુનાનક મેડિકલ કોલેજમાં ડોકટરો દ્વારા તેની દીકરીને કોરોના સંક્રમિત હોવાની વાત જણાવી. પરંતુ કોઈ રિપોર્ટ તેમને આપવામાં નહોતો આવ્યો. દિલીપને એ વાતનું દુઃખ છે કે તેની દીકરીને કાંધ આપવા માટે કોઈ ના આવ્યું પરંતુ તેનો વીડિયો બધા બનાવી રહ્યા હતા.”

દિલીપ મૂળ ઓડિશાનો રહેવાવાળો છે. તેની 11 વર્ષની દીકરીનું નિધન થઇ ગયું. તેને 3 બાળકો છે. દીકરી સોનુ 11 વર્ષની હતી. જેને છેલ્લા 2 મહિનાથી તાવ આવતો હતો. દિલીપ હાલમાં રામનગરમાં રહે છે.

જાલંધરની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી તો ડોકટરે હાલત ગંભીર જણાવીને તેને અમૃતસર મેડિકલ કોલેજમાં રેફર કરી દીધી. અમૃતસર પહોંચ્યા બાદ 9 મેના રોજ દીકરીનું અવસાન થઇ ગયું.

દીકરીના શબને લઈને દિલીપ જાલંધર આવ્યો. અંતિમ સંસ્કાર માટે લોકોને કહ્યું તો લોકોએ કહ્યું કે તેનું કોરોનાથી મોત થયું છે. તે અર્થીને કાંધો નહિ આપે. તેની દીકરી છે તો તે જ લઇ જશે. ત્યારબાદ દિલીપ દીકરીની લાશ ઉઠાવીને સ્મશાન ઘાટ લઇ ચાલ્યો.

પોતાનું દુઃખ વ્યક્ત કરીને રડતા રડતા દિલીપે જણાવ્યું કે, “દીકરીનું મોત થયા બાદ હોસ્પિટલે તેને એમ્બ્યુલન્સ આપવાની ના પાડી દીધી. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળાએ 5000 રૂપિયા ભાડું જાલંધર પહોંચાવવા માટે કહ્યું. એટલા પૈસા દિલીપ પાસે નહોતો. ખુબ વિનંતી કર્યા બાદ તે 2500 રૂપિયામાં રાજી થઇ ગયો અને દીકરીના શબને તે જાલંધર લઇ આવ્યો.

Niraj Patel