પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. કપલ ભલે દૂર રહેતું હોય પણ વિશ્વાસ પર બંને પોતાનો પ્રેમ જાળવી રાખે છે. જો કે, ઘણી વખત કેટલાક પોતાના પાર્ટનર સાથે છેતરપીડી પણ કરતા હોય છે. આવું જ કંઇક હાલમાં સામે આવ્યુ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે,
જેમાં જોઇ શકાય છે કે એક મહિલા પતિના ના હોવા પર તેના પ્રેમીને રૂમમાં બોલાવે છે, અને આ વાતની ભનક તેની સાસુને લાગી જાય છે. આ પછી તે રૂમમાં જોઇ પોતાની વહુના આ કારનામાનો ખુલાસો કરે છે. જ્યારે તે રૂમમાં જાય છે અને તલાશી લે છે તો વહુનો પ્રેમી કૂલરની અંદર છૂપાયેલો જોવા મળે છે.
વાયરલ થઇ રહેલ વીડિયોમાં એક મહિલા રૂમમાં એકલી જોવા મળી રહી છે. કેટલાક લોકોએ પહેલા મહિલાને રૂમમાં કોઇના હોવાની વાત પૂછી જો કે મહિલાએ આ વાતને નકારી કાઢી. તેણે કહ્યું કે તે રૂમમાં એકલી છે, પણ રૂમની શોધખોળ કરતા આખરે કૂલર પાછળ જોયુ તો એક વ્યક્તિ દેખાયો.
View this post on Instagram