પ્રાઇવેટ હોસ્પિટલમાં 14 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, ટીચર અને પેરેન્ટ્સ હેરાન
ગુજરાત સમેત દેશભરમાંથી કોરોના બાદથી હાર્ટ એટેકના મામલા સતત વધી રહ્યા છે. આધેડ અને વૃદ્ધ સાથે સાથે નાની ઉંમરના યુવાઓ અને કિશોરો પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાલમાં જયપુરમાંથી એક 14 વર્ષના બાળકનું મોત થયું હોવાની ખબર સામે આવી. સવારે સાડા 8 વાગ્યે વિદ્યાર્થી સ્કૂલ પહોચ્યો અને પ્રેયર બાદ ક્લાસમાં જઇ રહ્યો હતો તે દરમિયાન તેની તબિયત બગડી.
14 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
કરધની વિસ્તારની એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો 14 વર્ષિય યોગેશ સિંહ ધોરણ 9નો વિદ્યાર્થી હતો. રોજની જેમ તે 19 ડિસેમ્બરે પણ સ્કૂલ પહોંચ્યો. તેનો મોટો ભાઇ તેને સ્કૂલે મૂકી ઘરે પરત ફર્યો. પ્રાર્થના બાદ યોગેશ તેના ક્લાસમાં જઇ રહ્યો હતો. આ દરમિયાન તે નીચે પડી ગયો. સ્કૂલના ટીચર્સે યોગેશને સંભાળ્યો પણ તે બેસુધ થઇ ગયો.
એવામાં તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પ્રાઇવેટ હોસ્પિટલથી તેને SMS હોસ્પિટલ રેફર કરાયો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો. સવાઈ માનસિંહ હોસ્પિટલના મેડિકલ જ્યુરિસ્ટે જણાવ્યું હતું કે પ્રથમ નજરે યોગેશનું મોત સ્નાયુઓના વધુ પડતા સંકોચન અને હૃદયના કદમાં વધારો થવાને કારણે થયું હોવાનું લાગી રહ્યુ હતુ.
છોકરાનું હાર્ટ વધીને ડબલ થઈ ગયું
સામાન્ય વ્યક્તિના હૃદયનું વજન 250થી 300 ગ્રામ હોય છે, પરંતુ યોગેશના હૃદયનું વજન 650 ગ્રામ હતું. તેનું હાર્ટ પંપ નહોતુ કરી શકતું, જેના કારણે તેનું મોત થયું. પોસ્ટમોર્ટમ દરમિયાન લેવામાં આવેલ સેમ્પલને ટેસ્ટિંગ માટે અલગ-અલગ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ રીપોર્ટ આવ્યા બાદ વાસ્તવિક કારણ બહાર આવશે. યોગેશના પિતા તંવર સિંહ બીએસએફમાં છે.
તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં છે અને તેઓ આ દિવસોમાં રજાઓ પર છે. અકસ્માતના દિવસે યોગેશના માતા-પિતા સીકર જિલ્લાના ફતેહપુરમાં તેમના ગામ ગયા હતા કારણ કે યોગેશના દાદાની તબિયત ખરાબ હતી. સ્કૂલમાંથી માહિતી મળતાં જ તંવર સિંહ જયપુર આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં દીકરા યોગેશે દમ તોડી દીધો હતો.