તિહાર જેલના આ જેલરની બોડી જોઈને જ કેદીઓના પેન્ટ થઇ જાય છે ભીના, તસવીરો જોઈને તમે જ કહેશો, “આ છે અસલી સિંઘમ”

દિલ્હીની તિહાર જેલ હાલ ખુબ જ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું દિલ્હીની તિહાર જેલમાં ઘડવામાં આવ્યું હતું. આ ષડયંત્રમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. દિલ્હીની તિહાર જેલમાં ઘણા હાઈપ્રોફાઈલ કેદીઓને રાખવામાં આવ્યા છે.

તિહાર જેલની જેલ નંબર 3 સહાયક પોલીસ અધિક્ષક દીપક શર્માના હાથમાં છે. અગાઉ, જેલર દીપક શર્મા દિલ્હીની મંડોલી જેલના ડેપ્યુટી જેલ સુપ્રિટેન્ડેન્ટ હતા. નિર્ભયા કેસના દોષિતોને ફાંસી આપતા સમયે તેમની નિમણૂક અહીં કરવામાં આવી હતી. સુપરિન્ટેન્ડેન્ટ દીપક શર્મા એક પ્રોફેશનલ બોડી બિલ્ડર છે અને તેમણે ઘણી બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ પણ જીતી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન દીપક શર્માએ કહ્યું હતું કે, હું 2009માં પોલીસમાં જોડાયો હતો. આ પછી, જ્યારે મેં સલમાન સ્ટારર દબંગ ફિલ્મ જોઈ, તેના જેવું વ્યક્તિત્વ મળ્યા પછી, મેં બોડી બનાવવાનું નક્કી કર્યું. જો આજે આપણે દીપક શર્માની બોડી વિશે વાત કરીએ તો તેમની ફિટનેસ સામે સારા સારા લોકો નિષ્ફળ ગયા છે.

તેમની છાતી લગભગ 48 ઇંચ છે અને ડોલા 19 ઇંચ છે. આ સિવાય તે પોતાના વ્યસ્ત શેડ્યૂલ પછી પણ વર્કઆઉટ કરવાનું ભૂલતા નથી.  દીપક શર્માએ પ્રોફેશનલ બોડી બિલ્ડર તરીકે 2014માં પ્રથમ સ્પર્ધા લડી હતી. આ પછી, તેમણે અત્યાર સુધીમાં ઘણા ટાઇટલ જીત્યા છે. દીપક શર્મા પાસે મિસ્ટર યુપી, આયર્ન મેન ઓફ દિલ્હી (સિલ્વર), મિસ્ટર હરિયાણા, મિસ્ટર દિલ્હી, સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા (સિલ્વર મેડલ) જેવા ઘણા ખિતાબ છે.

દીપક શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ઘણા કેદીઓ તેમની પાસેથી ફિટનેસ ટિપ્સ પણ લે છે. જેલમાં ઘણી પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમાં કેદીઓ સક્રિયપણે ભાગ લે છે. કેટલીકવાર કેટલાક કેદીઓને મનાવવા ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ આપણે તેમના માટે અલગ વ્યવસ્થા કરવી પડે છે.

ઈન્ટરવ્યુ દરમિયાન દીપકે કહ્યું હતું કે તે 24 કલાકમાં ઓછામાં ઓછા 3-4 કલાક વર્કઆઉટ કરે છે. પ્રોફેશનલ બોડી બિલ્ડર હોવાને કારણે તેમને વિભાગમાંથી થોડા કલાકો માટે ફરજમાંથી મુક્તિ પણ મળે છે. પરંતુ ડ્યુટીની સાથે ફિટનેસ પર ધ્યાન આપવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તે પોતાનું ભોજન (ખોરાક) ફરજ પર લે છે, જેથી ફરજ અને તંદુરસ્તીનું સંતુલન જળવાઈ રહે.

Niraj Patel