...
   

હનુમાન જ્યંતી ઉપર થયેલા ઉપદ્રવના મામલામાં હવે ચાલશે બુલડોઝર, લોકો રડતા નજર આવ્યા, જુઓ વીડિયો

રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘણી જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા ઉપદ્રવ મચાવવામાં આવ્યો હતો, જેના બાદ હનુમાન જ્યંતીની શોભાયાત્રામાં પણ દિલ્હીના જહાંગીરપુરામાં હિંસા ફાટી નીકળી હતી. જેના બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલામાં હવે બુલ્ડોઝરની પણ એન્ટ્રી થઇ ગઈ છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ જહાંગીરપુરી હિંસાના આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરના બાંધકામ પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. હવે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી છે.

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વતી આ સંબંધમાં ઉત્તર પશ્ચિમના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી)ને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે 400 દિલ્હી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરવામાં આવી છે. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ વહીવટીતંત્રે ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. જહાંગીરપુરી હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર, ઉત્તર MCD એ આદેશ આપ્યો છે કે વિસ્તારના ગેરકાયદે બાંધકામ-અધિક્રમણ પર બુલડોઝર ચલાવશે. જહાંગીરપુરામાં હિંસા વાળી જગ્યા ઉપર અવૈધ સંપત્તિઓ અને અતિક્રમણ ઉપર MCDએ કાર્યવાહી કરી. જેમની સંપત્તિઓ પર કાર્યવાહી થઇ તે લોકો રડતા નજર આવ્યા. લોકોએ MCDની કાર્યવાહીનો વિરોધ પણ કર્યો.

ત્યારે હવે આ મામલામાં એક નવી અપડેટ પણ સામે આવી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. અતિક્રમણ હટાવવાની ઝુંબેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. હવે આ મામલે આવતીકાલે સુનાવણી થશે.

Niraj Patel