વાઘેલા પરિવારમાં બાળકના જન્મથી આવવાની હતી ખુશીઓ, ત્યારે જ આવી દુઃખદ ખબર, પ્રસુતિ દરમિયાન જ બાળક અને માતા બંનેનું થયું મોત, સમગ્ર વિસ્તારમાં છવાયો માતમ…
મા બનવું દરેક સ્ત્રી માટે એક ખુબ જ ખાસ પળ હોય છે. આ સાથે પરિવાર પણ સ્ત્રી જયારે બાળકને જન્મ આપવાની હોય ત્યારે ખુશીઓનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ 9 મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખવું એક સ્ત્રી માટે પણ સરળ નથી હોતું અને પ્રસુતિની વેદના પણ એટલી જ પીડાદાયક હોય છે. ઘણીવાર પ્રેગ્નેંસી દરમિયાન કેટલીક તકલીફો પણ આવતી હોય છે જે સ્ત્રી અને બાળક માટે પણ કેટલીકવાર જીવલેણ સાબિત થતી હોય છે. તો ઘણીવાર હોસ્પિટલની બેદરકારી પણ બાળક અને માતાનો જીવ પણ લઇ લેતી હોય છે.
હાલ એવો જ એક મામલો વડોદરાના વડસર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં આવેલી જડીયા ઓર્થોપીડીક એન્ડ મેટરનિટી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન એક માતા અને બાળકનું મોત થયું હોવાની ખબર સામે આવી છે. બંનેના મોત બાદ પરિવારનું આક્રદ સામે આવ્યું છે. સાથે જ પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબો પર ગેરકાળજી રાખવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
આ મામલે પરિવારજનોએ એક પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેના બાદ હોસ્પિટલના તબીબો દ્વારા બચાવ કરતા જણાવવામાં આવ્યું છે કે પરિવાર દ્વારા નોર્મલ ડિલિવરીની જીદ પકડી રાખવાના કારણે માતા અને બાળકનું મોત થયું છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ખાનગી કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલી ઈ-27 વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા યુવરાજ વાઘેલાના પત્ની અનિતાબેન બીજીવાર ગર્ભવતી બન્યા હતા.
જેના કારણે તેમને ગર્ભ ધારણ થયા બાદ એપ્રિલ 2022થી જ જડીયા મેટરનિટી હોસ્પિટલમાં કેસ કઢાવીને રૂટિન ચેકઅપ ચાલુ હતું. ત્યારે ગત 13 ડિસેમ્બરના રોજ અચાનક તેમને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બાળકનું પ્રસ્તુતિ દરમિયાન જ મોત થયું હતું જયારે અનિતાબેનની કોથળી ફાટી ગઈ હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં આઇસીયુમાં લઇ જવામાં આવ્યા. ત્યાં તેમનું પણ મોત નિપજતા પરિવારે હોસ્પિટલ પર ગેરકાળજીનો આરોપ લગાવ્યો છે.