જેકલીન ફર્નાંડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 5 BHK ફ્લેટની આવી હાલત થઇ ગઈ, જુઓ તસવીરો અને વીડિયો

એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની 5BHK વાળી બિલ્ડિંગમાં લાગી આગ, રૂંવાડા ઊભા કરી દેશે આ ખૌફનાક વીડિયો

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હોવાની ખબર છે, બિલ્ડિંગમાં લાગેલી આગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. જો કે રાહતની વાત તો એ છે કે કોઈના જીવને નુકસાન થયું નથી. અહેવાલો અનુસાર, આગની જાણ થતા અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. જેકલીન ફર્નાંડિસ મુંબઈના પોશ સ્થળ બાંદ્રા વેસ્ટના પાલી હિલ વિસ્તારમાં રહે છે.

આ સોસાયટીનું નામ નવરોઝ હિલ છે. બુધવારે રાત્રે 13માં માળે આગ લાગી હતી. જેકલીન આ સોસાયટીના 15માં માળે રહે છે. અહેવાલો અનુસાર આગ બિલ્ડિંગના 13મા માળે રસોડામાં લાગી હતી. અભિનેત્રી પાસે આ બિલ્ડીંગમાં ભવ્ય 5 BHKનું ઘર છે, જે તેણે 2023માં ખરીદ્યુ હતુ. જો કે, એવા અહેવાલ છે કે એક્ટ્રેસના ઘરને થોડુ નુકસાન થયું છે. નરગીસ દત્ત રોડ પર એક રહેણાંક મકાનમાં રાત્રે લગભગ 8 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

આગ નવરોઝ હિલ સોસાયટીના 14માં માળ એક રૂમ સુધી મર્યાદિત હતી. જેકલીન સિવાય બીજા ઘણા પ્રખ્યાત સેલેબ્સ પાસે પાલી હિલમાં આલીશાન ઘર છે. જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને બીજા ઘણા સ્ટાર્સ સામેલ છે. આ ઉપરાંત સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ થોડી મિનિટો દૂર રહે છે. અહેવાલો અનુસાર, પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ વિસ્તારમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા છે.

જેકલીન ફર્નાન્ડીઝની વાત કરીએ તો તે તેના હોલીવુડ ડેબ્યુની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. ફિલ્મમાં અક્ષય અને જેકલીન ઉપરાંત રવિના ટંડન, દિશા પટની, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત, તુષાર કપૂર, રાજપાલ યાદવ, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને લારા દત્તા જેવા ઘણા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina