જામનગરમાં છવાઇ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી, સાડી લાગી રહી છે એક નંબર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો ખૂબસુરત અંદાજ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પે રવિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપી હતી. ઇવાન્કા પ્રી-વેડિંગના બીજા દિવસે વ્હાઇટ લહેંગા ચોલીમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે નીલમણિ જ્વેલરી પણ કેરી કરી હતી. તે રવિવારે સાંજે પ્રિ-વેડિંગ બાદ તેના દેશ પરત ફરી હતી.

અનંત અને રાધિકાના આ ફંક્શનમાં હાજરી આપવા ઈવાન્કા શુક્રવારે ભારત પહોંચી હતી. બધા જાણે છે કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. જામનગરના રિલાયન્સ ખાતે કપસની ત્રણ દિવસિય પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી. ઇવાન્કા ટ્રમ્પે તેના પતિ અને દીકરી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઈવાન્કા ટ્રમ્પ ઈવેન્ટના પહેલા દિવસે ઈવેન્ટ માટે ડેઝલિંગ ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી, જ્યારે આ પછીની ઇવેન્ટ માટે તેણે લહેંગા ચોલી પહેરી હતી અને બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. ઇવાંકા ટ્રમ્પે અનંત અંબાણી-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં પરંપરાગત લુક કેરી કર્યો હતો, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

માત્ર ઇવાન્કા જ નહિ પણ તેનો પતિ જેરેડ અને પુત્રી પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. નાઇટ પાર્ટી માટે ઇવાન્કાએ નિયોન અને વ્હાઇટ લહેંગો પસંદ કર્યો હતો. જ્યારે તેની દીકરીએ યલો-ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. ટ્રેડિશનલ અટાયરમાં ટ્રમ્પનો પરિવાર ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.ઇવાન્કા અને તેની દીકરીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે તેની દીકરી સાથે ઝૂલે ઝૂલતી જોવા મળી રહી છે.

રવિવારની મહા આરતી બાદ ઇવાન્કા ટ્રમ્પ પરિવાર સાથે તેમના દેશ અમેરિકા જવા રવાના થઈ ગઇ છે. જણાવી દઇએ કે, ઈવાંકા સિવાય મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ પત્ની સાથે, બિલ ગેટ્સ, ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાના સહિત ઘણા મોટા સ્ટાર્સે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપી હતી. આ સિવાય બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સે આ પાર્ટીમાં પોતાની હાજરી નોંધાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina