શ્રીનાથજી મંદિરમાં થઇ મુકેશ-નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની રોકા સેરેમની, તસવીરો આવી સામે

શ્રીનાથજીમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની થઇ રોકા સેરેમની- જુઓ ક્યૂટ તસવીરો

આ દિવસોમાં અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા ટ્વિન્સ બાળકોના જન્મના એક મહિના બાદ અમેરિકાના લોસ એન્જલસથી મુંબઇ પરત ફરી છે, ત્યાં હવે મુકેશ-નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની રોકા સેરેમની થઇ હોવાની ખબર સામે આવી છે. આ કપલની રોકા સેરેમનીની તસવીર પણ સામે આવી છે. તેમની વિધિ રાજસ્થાન સ્થિત શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે હજી કોઇ માહિતી સામે આવી નથી. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંને પરિવારો અને નજીકના સંબંધીઓની હાજરીમાં તેમની રોકા સેરેમની પૂર્ણ થઇ હતી. અનંતની મંગેતર રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મુખ્યત્વે ગુજરાતના કચ્છના છે. ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાની સાથે,

તેઓ Encore Healthcare પ્રાઇવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન પણ છે. વીરેનને બે દીકરીઓ રાધિકા અને અંજલિ છે. જ્યારે, વિરેન મર્ચન્ટની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તે એન્કોર પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. અંજલિ પણ આ જ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. બંને પરિવારો એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. જે બાદ તે ભારત પરત આવી હતી.

ભારત પાછા આવ્યા બાદ તે વાઈસ ચેરમેન પદ પર ઈસપ્રાવા સાથે જોડાઇ. રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે કોફીની શોખીન છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એક સાથે ફોટો 2018માં વાયરલ થયો હતો. ફોટામાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે.

જૂન 2022માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. આ સેરેમનીમાં બોલિવૂડના ફેમસ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. સેરેમનીમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. આ વીડિયોમાં જેણે પણ રાધિકાનો ડાન્સ જોયો તે તો રાધિકાના વખાણના પુલ બાંધતા પોતાને રોકી શક્યા નહોતા.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

જાણકારી માટે જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વિટર પર ટ્વિટ કરીને અનંત અને રાધિકાના રોકાના સમાચાર આપ્યા હતા. તેમણે પોતાના ટ્વિટમાં કપલને અભિનંદન આપ્યા છે. પરિમલ નથવાણીના ટ્વીટમાં બંનેનો ફોટો પણ જોઈ શકાય છે. અનંતે ગુલાબી રંગનો કુર્તો પહેર્યો છે અને રાધિકા બેબી પિંક લહેંગા અને સુંદર જ્વેલરીમાં ખૂબસુરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મુકેશભાઈ અને નીતા અંબાણીના ઘરે હવે ફરીથી એક નવા સભ્યના સ્વાગતની તૈયારી થઈ રહી હતી. અંબાણી પરિવારમાં ફરી એકવાર શરણાઈના સૂર ગુંજાઈ ગયા હતા. ગુરૂવારના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ. ત્યારબાદ આ કપલ પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

Shah Jina