Video: 15,700 ફૂટની ઉંચાઈએ ભારતીય સેનાના જવાને -30 ડિગ્રીમાં લગાવ્યા 65 પુશ અપ્સ

ભારતીય સેનાની વાત આવે એટલે આપણી છાતી ગજ ગજ ફુલી જાય છે. આપણી સેના કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં દેશની સેવા કરે છે. પછી ભલે તે સિયાચીનનો -30થી -40 ડિગ્રીનો વિસ્તાર હોય કે પછી રાજસ્થાનનું ગરમ રણ હોય.

કોઈપણ વિકટ પરિસ્થિતિમાં આપણા દેશના જવાનો ચોવીસી કલાક દેશની સુરક્ષા કરે છે. તેમના વિડીયો પણ આપણી સામે ઘણીવાર આવતા રહે છે. હવે આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમા ભારતનો એક સૈનિક -30 ડિગ્રીમાં પુશઅપ કરી રહ્યો છે. જેને જોઈને તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે.

આ વિડીયો ભારત-તિબ્બત સીમા પોલીસ(ITBP) દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે આ વિડીયો જોયા બાદ ચોક્કસથી કહેશે કે કોઈપણ પરિસ્થિતિ હોય ભારતીય સેના ક્યારેય પાછી પડતી નથી. ITBP દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં ભારતીય સેનાના અધિકારી ગાત્રો થિજાવતી ઠંડીમાં પુશઅપ કરી રહ્યા છે. આ વિડીયોમાં જોવા મળતા વ્યક્તિ છે ITBPના કમાન્ડન્ટ રતન સિંહ સોનલ.

તેમણે જમીનથી 17,500 ફૂટની ઉંચાઈ પર -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક શ્વાસે 65 પુશઅપ કરીને સૌને ચોંકાવી દીધા. આ વિડીયો શેર કરતા ITBPએ લખ્યું, 55 વર્ષના ITBP કમાન્ડન્ટ રતન સિંહ સોનલે 17 હજાર 500 ફૂટની ઉંચાઈ પર લદાખમાં -30 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં એક વારમાં 65 પુશઅપ પૂરા કર્યા.
આ પહેલા પણ થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો.

આ વિડીયોમાં બરફ વચ્ચે સેનાનો એક જવાન રસ્તો કરતો જોવા મળ્યો હતો. ત્યારે ITBP એ તે વિડીયો શેર કરતા લખ્યું હતું કે, હિમાદ્રી તુંગ શ્રુંગ પ્રબુદ્ધ શુદ્ધ બારતી, સ્વયં પ્રભા સમુજ્જતા સ્વતંત્રતા પુકારતી. ITBPના હિમવીર ઉત્તરાખંડ હિમાલયની આજુબાજુ 15 હજાર ફૂટની ઉંચાઈ પર માઈનસથી નીચે તાપમાનનો સામનો કરી રહ્યા છે. શોર્ય, દ્રઢતા, કર્મનિષ્ઠા. આ તાજેતરના વિડીયોને જોઈને લોકો ભારતીય સેનાને સલામ કરી રહ્યા છે.

YC