ગુજરાતની ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર થયેલા ઈસુદાન ગઢવીએ સ્વીકારી હાર, કહ્યું…”શક્તિશાળી લોકો સામે પુરી તાકાત…”

“ટાઇગર અભી જિંદા હે…” ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હાર બાદ કરી પોસ્ટ, જુઓ બીજું શું કહ્યું ?

ગુજરામતા વિધાનસભા 2022ની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઇ ગયું છે અને ગુજરાતમાં ફરી એકવાર કેસરિયો લહેરાઈ ચુક્યો છે. આ વર્ષે તો ભાજપે ચૂંટણીના બધા જ સમીકરણો તોડી નાખ્યા અને 156 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ફરી સરકાર બનાવશે. ત્યારે આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જીત માટે એડી ચોંટીનું જોર લગાવ્યું હતું.

પરંતુ ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપની જ પસંદગી કરી. ત્યારે હવે આમ આદમી પાર્ટીને મળેલી આ હાર બાદ આપ તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કરવામાં આવેલા ઈસુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમને ગુજરાત ઈલેક્શનમાં થયેલી હારને સ્વીકારી લીધી છે.

ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં એક પોસ્ટ કરી છે, જેમાં તેમને લખ્યું છે, “ખભાળિયા અને ગુજરાતની દરેક બેઠક પર ચુંટણી દરમ્યાન તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ, યુવાનો, સગાઓ, પરિચિતો, સ્નેહીઓ, શુભચિંતકો સહિત આટલો પ્રેમ અને મત આપનાર પ્રેમાળ જનતાનો ખુબ ખુબ આભાર તેમજ વિજેતા ઉમેદવારને અભિનંદન..”

તેમને આગળ લખ્યું કે, “જિંદગીમાં પ્રથમ ચુંટણી લડ્યો અને શક્તિશાળી લોકો સામે પુરી તાકાતથી લડાઈ લડ્યો એનું ગર્વ છે. આમ આદમી પાર્ટીને 30 લાખથી વધુ લોકોએ મત આપ્યા એ સૌને દિલથી વંદન અને તમારા માટે પાંચ વર્ષ તમારી સેવામાં અવિરત રહીશું ! જનતા માટે લડવા નીકળ્યા છીએ લડતા રહીશું ! જનતાનો ચુકાદો માથા પર ચડાવીએ છીએ ! ભાજપ ,કોંગ્રેસ અને અમારા આપના જીતેલ ઉમેદવારોને પણ ખુબ ખુબ અભિનંદન !”

વધુમાં તેમને એમ પણ કહ્યું કે, “ખભાળિયાના 60 હજાર મતદારોએ મત કર્યા છે એના માટે રાત દિવસ સેવા કરીશ ! સૌ દોસ્તો, વડીલો, આગેવાનો અને દિવસરાત મહેનત કરનાર તમામ યોદ્ધાઓને નમન.. જય હિન્દ. અને હા ….. ટાઇગર અભી જિંદા હૈ ! “

Niraj Patel