આકાશ અંબાણી, ઈશા અને ભાભીએ કરાવ્યું જોરદાર ફોટોશૂટ, ફિલ્મના હીરોને ટક્કર આપે છે, જુઓ PHOTOS

દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં શરૂ થઈ ગઈ છે, અનંત ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

આજે શનિવારે ઇવેસ્ટનના બીજા દિવસે ગૌતમ અદાણી પત્ની સાથે પહોચ્યાં હતા,તો તેમનું કૃષ્ણભજની સાથે સ્વાગત કરાયું હતું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસ ખુબ જ જોરદાર રહ્યો હતો. ગઈકાલે વિદેશી પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોર્મન્સથી રંગ જમાવ્યો હતો.

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓથી લઈને વિશ્વભરના બિઝનેસ ટાયકૂન્સે હાજરી આપી છે. ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ભારતમાં તેનું પહેલુ પરફોર્મન્સઆપ્યુ હતુ. ત્યારે અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે મુકેશ અંબાણીએ રિહાનાને ભારત લાવવા માટે અધધધ કરોડ ખર્ચી નાખ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા બંનેના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં થઇ રહ્યુ છે. અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન્સ ખૂબ જ ભવ્ય અંદાજમાં થઇ રહ્યા છે અને આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે મુકેશ અંબાણી તેમના નાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં 1000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે અને આ કિંમત તેમની નેટવર્થના માત્ર એક ટકા છે. ગુજરાતના જામનગરમાં યોજાઇ રહેલ આ ઈવેન્ટમાં માત્ર ભારતીય સેલિબ્રિટીઓ જ નહીં પરંતુ વિદેશી મહેમાનો પણ આવ્યા છે. ફેમસ પોપ સ્ટાર રિહાનાએ પહેલા દિવસે લાઈવ પરફોર્મ કર્યુ હતુ.

આ ઉપરાંત માર્ક ઝુકરબર્ગથી લઈ બિલ ગેટ્સ સુધી અનેક મોટી હસ્તિઓ જામનગર આવી છે. અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો પહેલા દિવસ ઘણો ચર્ચામાં રહ્યો, પણ આ વચ્ચે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના વેડિંગ ડ્રેસની ફરી એકવાર ચર્ચા થઇ રહી છે. ઈશા અંબાણીના શાહી લગ્નમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નમાં તેણે 90 કરોડનો લહેંગો પહેર્યો હતો, જે સોનાનો બનેલો હતો.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી મોંઘા વેડિંગ ડ્રેસનું ટાઈટલ ઈશા અંબાણીના લહેંગાના નામ પર નહીં પરંતુ કોઈ બીજાના ખાતામાં છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, વિશ્વનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ ‘ડાયમંડ વેડિંગ ડ્રેસ’ છે. તે વર્ષ 2006માં પ્રખ્યાત ડિઝાઈનર રેની અને સેલિબ્રિટી જ્વેલર માર્ટિન કાટ્ઝે ડિઝાઈન કર્યો હતો. આ હાથીદાંતનું વ્હાઇટ વેડિંગ ગાઉન વિશ્વના શ્રેષ્ઠ રેશમથી બનાવવામાં આવ્યુ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા હોલિવૂડ પોપ સ્ટાર રિહાના ભારત આવી હતી. 1 માર્ચના રોજ જામનગરમાં આયોજિત પ્રથમ દિવસના ફંક્શનમાં રિહાનાએ તેના પરફોર્મન્સથી ધૂમ મચાવી દીધી હતી. અમેરિકાથી આવેલી પોપ સિંગર રિહાનાએ કપલના પ્રી-વેડિંગ બેશમાં પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા.

પાર્ટીમાં સ્ટેજ પર આગ લગાવ્યા બાદ રિહાનાએ જામનગર એરપોર્ટ પર પેપરાજી સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં પેપરાજી રિહાનાને જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ચીયર કરતા જોવા મળ્યા. પેપરાજીના ‘વેલકમ ટુ ઈન્ડિયા’ કહેવા પર સિંગરે થેક્યુ કહ્યુ અને વાતચીત દરમિયાન રિહાનાએ પેપરાજીને કહ્યું, આઇ લવ ઇન્ડિયા, હું ફરી અહીં આવવાનું પસંદ કરીશ.

YC